• Gujarati News
  • National
  • જનધન યોજના: જેટલીએ 4 બેંકોમાં તપાસનો આદેશ આપ્યો

જનધન યોજના: જેટલીએ 4 બેંકોમાં તપાસનો આદેશ આપ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નાણામંત્રીઅરુણ જેટલીએ જનધન ખાતાંઓમાં એક -એક રૂપિયો જમા કરાવવા મામલે ચાર સરકારી બેંકોમાં તપાસનો આદેશ આપ્યો છે. એક મીડિયા રિપોર્ટમાં ખુલાસો કરાયો હતો કે જનધન યોજના અંતર્ગત ખૂલેલા ઝીરો બેલેન્સ ખાતાંઓની સંખ્યા ઘટાડવા માટે બેંક કર્મચારીઓ પોતે ખાતામાં 1થી 10 રૂપિયા સુધીની રકમ જમા કરી રહ્યા છે.

નાણામંત્રીએ જે બેંકો વિરુદ્ધ તપાસનો આદેશ આપ્યો છે તેમાં પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ બરોડા, પંજાબ એન્ડ સિંધ બેંક અને બેંક ઓફ ઈન્ડિયા છે. જેટલીએ કહ્યું કે યોજનાનો આદેશ દરેક વ્યક્તિને આર્થિક સેવા, બેંક ખાતુ, રેમિટેન્સ, લોન અને દુર્ઘટના વીમાકવચ આપવાનો છે.

અન્ય સમાચારો પણ છે...