તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પહેલાં ગુડ ન્યુઝ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 67મા જન્મદિવસે તેમની કર્મભૂમિ વડોદરા શહેરમાં સેવાસદન દ્વારા શનિવારે સયાજીબાગમાં 6700 વૃક્ષોનું વાવેતર કરવામાં આવનાર છે અને એક વર્ષમાં 10 લાખ વૃક્ષો વાવવામાં આવશે.ક્લીન વડોદરા મિશન હેઠળ શહેરને 100 દિવસમાં સ્વચ્છ બનાવવાનો લક્ષ્યાંક મ્યુ.કમિશનર ડો.વિનોદ રાવે નક્કી કર્યો હતો મિશન ક્લીનને હવે મિશન ગ્રીનનું સ્વરૂપ આપવાની દિશામાં સેવાસદને કવાયત આદરી છે. જે અંતર્ગત, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 67મા જન્મદિવસ નિમિત્તે વડોદરા મહાનગર સેવાસદને મિશન મિલિયન ટ્રીઝનો શુભારંભ કરવામાં આવનાર છે અને સયાજીબાગ ખાતે રાજ્યના રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના રાજ્યકક્ષાના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના હસ્તે તેના શ્રીગણેશ કરવામાં આવશે. મ્યુ.કમિશનર ડો.વિનોદ રાવે જણાવ્યું હતું કે, 1 વર્ષમાં એટલે કે આગામી ચોમાસા સુધી 10 લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે.શનિવારે સયાજીબાગમાં મ્યુ.કમિશનરના બંગલાથી સંકલ્પ ભૂમિ થઇને વિશ્વામિત્રી નદીના કિનારાના ભાગમાં 6700 વૃક્ષો રોપાશે.

PM મોદીનાં 67માં જન્મદિને વડોદરામાં મિશન મિલીયન ટ્રીઝ

અન્ય સમાચારો પણ છે...