• Gujarati News
  • National
  • વડોદરા |દિવ્યાંગાેના સર્વાંગી વિકાસ અર્થે છેલ્લાં 44 વર્ષથી અવિરત સેવાકાર્યોની

વડોદરા |દિવ્યાંગાેના સર્વાંગી વિકાસ અર્થે છેલ્લાં 44 વર્ષથી અવિરત સેવાકાર્યોની

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |દિવ્યાંગાેના સર્વાંગી વિકાસ અર્થે છેલ્લાં 44 વર્ષથી અવિરત સેવાકાર્યોની સુવાસ ફેલાવતી સંસ્થા સોસાયટી ફોર ધી ફિઝિકલી હેન્ડીકેપ્ડ, વડોદરા તેમજ જે.એસ.પી.એલ.પ્રા.લિ.ના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગો માટે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા.24મી સપ્ટેમ્બરને શનિવારના રોજ સાંજે 7.00 થી 9.00 કલાક દરમિયાન ગરબા યોજવામાં આવનાર છે. ગરબામાં ભાગ લેનાર ઇચ્છુક દિવ્યાંગ ભાઇ-બહેનોએ સોસાયટી ફોર ધી ફિઝિકલી હેન્ડીકેપ્ડ, ઇ.એમ.ઇ.રોડ, ફતેગંજ, વડોદરા ખાતે પોતાના નામ નોંધાવી જવા જણાવ્યું છે.

સેવાકાર્ય | દિવ્યાંગ ભાઇ-બહેનો માટે ગરબા મહોત્સવનું આયોજન

અન્ય સમાચારો પણ છે...