તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણયથી ખુશી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

બિનઅનામત વર્ગ માટે રાજય સરકારે જાહેર કરેલા 10 ટકા અનામતને હાઇકોર્ટે રદ કર્યા બાદ આજે સુપ્રિમ કોર્ટે 4થી ઓગષ્ટ પહેલા પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓના એડમીશન રદ નહીં કરવાના આપેલા ચુકાદાને પગલે એમ.એસ.યુનિવર્સિટીમાં ઇબીસી હેઠળ પ્રવેશ લેનારા 250 વિદ્યાર્થીઓને રાહત મળે તેવા સંકેતો મળ્યાં છે. તો બીજીબાજુ યુનિ.ના સત્તાધીશો દ્વારા સુપ્રિમ કોર્ટના ચુકાદાના સંદર્ભે શિક્ષણ વિભાગનો નવો પરિપત્ર આવે ત્યાં સુધી આગળની કાર્યવાહી યથાવત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

હાર્દિક પટેલના અનામત આંદોલન સામે રાજય સરકારે બિન અનામત વર્ગના બાળકો માટે 10 ટકા આર્થિક રીતે અનામતની જાહેરાત કરી હતી. જાહેરાત બાદ યુનિ.ની સિન્ડીકેટે પણ 10 ટકા બેઠકો ઇબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે રાખીને તેમા પ્રવેશ આપવાનો નિર્ણય કર્યો હતો. નિર્ણયના પગલે વિવિધ ફેકલ્ટીમાં 250 જેટલા વિદ્યાર્થીઓને ઇબીસી હેઠળ પ્રવેશ આપવામાં આવ્યો હતો. જોકે તે પછી ગુજરાત હાઇકોર્ટે રાજય સરકારે બિન અનામત વર્ગને આપેલા 10 ટકા ઇબીસી અનામતને રદ કરી નાંખતાં એમ.એસ.યુનિવર્સિટીમાં પ્રવેશ લેનારા 250 વિદ્યાર્થીઓ ભારે મૂંઝવણભરી પરિસ્થિતિમાં મૂકાઇ ગયા હતા.

વિદ્યાર્થી અને વાલીઓની મૂંઝવણ બાદ રાજયના શિક્ષણ વિભાગે સુપ્રિમ કોર્ટમાં જવાનો નિર્ણય કર્યો હતો. જેમાં આજે સુપ્રિમ કોર્ટે 4થી ઓગષ્ટ પહેલાં પ્રવેશ લેનારા ઇબીસીના વિદ્યાર્થીઓનો પ્રવેશ યથાવત રાખવાનો નિર્ણય કર્યો હતો. નિર્ણયના પગલે યુનિ.ના વિદ્યાર્થીઓમાં ખુશીની લહેરી દોડી ગઇ હતી.

EBC હેઠળ કેટલા વિદ્યાર્થીનો પ્રવેશ?

પરિપત્ર આવ્યા બાદ તેને અનુસરાશે

^સુપ્રિમ કોર્ટના આદેશના સંદર્ભે રાજયના શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર આવે ત્યાર બાદ એમ.એસ.યુનિવર્સિટીમાં પ્રવેશ લેનારા ઇબીસીના વિદ્યાર્થીઓના કેસમાં અનુસરાશે. > ડૉ.નિરજા જયસ્વાલ, રજિસ્ટ્રાર

ઇબીસી હેઠ‌ળ પ્રવેશ લેનારા 250 છાત્રોને રાહત થશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો