તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • પકડાયેલા ઢોરને તેના માલિકની તપાસ કર્યા વગર આપી દેવાય છે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પકડાયેલા ઢોરને તેના માલિકની તપાસ કર્યા વગર આપી દેવાય છે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરમાંરખડતાં ઢોરની સમસ્યા જટિલ છે. સેવાસદન દ્વારા રોજ વધુ ઢોર પકડવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. સાથે પશુ પાલકો પર પોલીસ કાર્યવાહી કરી તેમના પર કાયદાનું શસ્ત્ર ઉગામવામાં આવે છે.પરંતુ કામગીરી અસરકારક સાબિત થઇ નથી. આજે પણ રોડ પર સંખ્યાબંધ ગાય જોવા મળે છે. જ્યારે સેવાસદન દ્વારા પકડેલી ગાયને કોઇપણ વ્યક્તિ ક્લેમ કરે તો તેને નિયત દંડ વસૂલી ગાય આપી દેવામાં આવે છે.જે ગાયના જીવન માટે પણ જોખમી પુરવાર થઇ શકે છે.

સેવાસદન દ્વારા રોજ અંદાજે 30થી 35 જેટલી ગાય પકડવાનું શરૂ કરવામાં આવ્યું છે. પકડાયેલી ગાય સાત દિવસમાં કોઇ પણ વ્યક્તિ પરત લેવા આવે તો તેના રહેઠાણનો પુરાવો અને નિયત રૂ.2300 જેટલાે દંડ વસૂલી ગાય તેને લઇ જવા દેવામાં આવે છે.જે અંગે પશુ પાલકોમાં પણ નારાજગી પ્રવર્તે છે.અંદાજે રૂ.20થી 25 હજારમાં મળતી ગાય કોઇ કતલખાનાવાળો માત્ર રૂ. 2300 દંડ ભરીને લઇ જાય તો ગાયના જીવનનું શુંω

સેવાસદનના ઢોર ડબ્બાના અધિકારી સુમન રાઠવાના જણાાવ્યા મુજબ કોઇ બહારની વ્યક્તિ ગાય કે અન્ય પશુ લઇ જતી નથી. અમે ગાયને ટેગ લગાવીને આપીએ છીએ. પરંતુ ગાય માંગનાર ગાયનો માલિક છે તે અંગે કોઇ ચોક્ક્સ જાણકારી મેળવવી મુશ્કેલ છે. અમે એક સપ્તાહ બાદ ગાય પરત કરતા નથી.

કોઇપણ ક્લેમ કરે તો દંડ વસૂલી આપી દે છે

તંત્રની કામગીરી અસરકારક નહીં હોવાની બૂમ

રખડતી ગાયો રોકવી અે અમારું કામ નથી

^રખડતી ગાયોને બંધ કરાવવી અમારું કામ નથી. તે સેવાસદનની જવાબદારી છે. તેમજ તે તેના માલિકને સોંપવામાં આવે તે પણ તેમણે જોવું જોઇઅે.કોઇ ગાય કતલ ખાને લઇ જવાય તેવો સંદેશો મળતાં અમે તુરંત જઇ તેને બચાવીએ છીએ. > નેહાપટેલ ,ગૌરક્ષક

સેવાસદન દ્વારા અગાઉ પકડાયેલી ગાયોને પાવાગઢ અને જામ્બુઘોડાના ઘાસચારો મળી રહે તેવા વિસ્તારમાં મૂકી અવાતી હતી. પરંતુ તે યોજના ફેલ થઇ હતી. ગાયો દ્વારા ખેતરમાં ભેલાણ થતું હોવાથી યોજના બંધ કરાઇ હતી. બાદ જેને ગાય પાળવી હોય તેને અપાતી હતી.

અગાઉ કરેલી યોજના ફેલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો