તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • હવામાન પગલે રાજ બબ્બરની સભા રદ કરાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવામાન પગલે રાજ બબ્બરની સભા રદ કરાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓખીવાવાઝોડાની અસરમાં ઘટાડો થયો છે. જોકે હજુ પણ વાદળછાયું વાતાવરણ અને વરસાદના કારણે ચૂંટણી પ્રચાર માટે આવતા રાજકીય નેતાઓના કાર્યક્રમ કેન્સલ કરવાનો વારો આવ્યો હતો. ભરૂચ ખાતે કોંગ્રેસના પ્રચાર માટે આવનાર રાજ બબ્બરની સભા કેન્સલ કરાઇ હતી. પોરબંદરથી વડોદરા એરપોર્ટ પર ટૂંકું રોકાણ કરીને ભરૂચ રવાના થનાર રાજ બબ્બરનો કાર્યક્રમ ખરાબ હવામાનના પગલે કેન્સલ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના સ્ટાર પ્રચારકોમાં આવતા રાજ બબ્બર પોરબંદરથી સીધા અમદાવાદ જવા રવાના થઇ ગયા હતા. ઓખી વાવાઝોડાની અસરના પગલે ખરાબ હવામાન હોવાથી ચૂંટણી સભાઓ અને રેલીઓ પર અસર થઇ રહી છે. પ્રથમ તબક્કાની ચૂંટણી માટે 7મી તારીખે સાંજથી પ્રચાર બંધ થઇ જશે. જેથી હવે બીજા તબક્કાની બેઠકો માટે પ્રચાર વેગવંતો બનશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

વધુ વાંચો