• Gujarati News
  • National
  • વડોદરામાં ટ્રાફિક બ્રિગેડની મહિલાને ટક્કર મારી હતી

વડોદરામાં ટ્રાફિક બ્રિગેડની મહિલાને ટક્કર મારી હતી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રિક્ષાચાલકને પકડવા જતાં પોલીસ જવાન રસ્તે ઢસડાયો

વડોદરાનાદાંડીયા બજાર ચાર રસ્તા પર ટ્રાફિક નિયમન કરી રહેલી ટ્રાફિક બ્રિગેડની મહિલા કર્મીને ટક્કર મારીને રીક્ષા ચાલક ભાગ્યો ત્યારે ત્યા હાજર પોલીસના જવાને રિકશા ચાલકને પકડવા રિકશાનો સળીયો પકડી લીધો હતો. રિકશા ફુલ સ્પીડમાં હોવાથી પોલીસ જવાન પણ રસ્તા પર ઢસડાયો અને તેનું પેન્ટ ફાટી ગયું હતું. જો કે રિકશા ચાલક ઉભો રહેતા તેની ધરપકડ કરી હતી.

પોલીસે પકડતાં જવાન સાથે ઝપાઝપી કરી

રિકશાચાલક મોહંમદ જાહીદ કમરમીયા સૈયદને અટકાવ્યા બાદ પો.કો.સુરેશે તેને રિકશા સાઇડ પર લેવાનું જણાવ્યું હતું. જો કે જાહીદે આનાકાની કરતાં પોલીસે રિકશાને પોલીસ ચોકીમાં લઇ જવાનો પ્રયાસ કર્યો હતો. સમયે જાહીદે ભાગવાની કોશિશ કરતાં પો.કો સુરેશે તેને બળજબરીપુર્વક પકડતાં પોલીસ સાથે ઝપાઝપી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...