તડીપાર હુકમનો ભંગ કરનારાં બે શખ્સ ઝડપાયાંં
તડીપારહુકમનો ભંગ કરીને શહેરમાં રહેતાં એક મહિલા સહિત બે તડીપાર શખ્સોને પોલીસે ઝડપી લીધાં હતાં.માંજલપુર પોલીસે મંગળવારે સાંજે બાતમીના આધારે વડસર ગામ ચંદન તલાવડી પાસે છાપરામાં રહેતી મહિલા રાધા ચંદુ માળીને તેના ઘરમાંથી ઝડપી પાડી હતી .રાધા માળીને માસ પહેલાં વડોદરા શહેર જિલ્લા સહિત આજુબાજુના જિલ્લાઓમાંથી તડીપાર કરાઇ હતી.આ ઉપરાંત કારેલીબાગ પોલીસે શારદા મંદિર સ્કૂલ પાછળ રેનબસેરામાં રહેતા જયેશ ઈશ્વર કહારને પણ ઝડપી લીધો હતો.જયેશને પણ માસ માટે વડોદરા શહેર ઉપરાંત પાંચ જિલ્લામાંથી તડીપાર કરાયો હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસે બંને સામે તડીપાર ભંગનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.