તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • બીસીએના પ્રમુખ અંગેના ચુકાદાને હાઇકોર્ટે રદ કર્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બીસીએના પ્રમુખ અંગેના ચુકાદાને હાઇકોર્ટે રદ કર્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હવે બંધારણ મુજબ 100 સભ્યો ખાસ AGM બોલાવશે

ચેરિટી કમિશનરે સમરજીતની તરફેણમાં ચુકાદો આપ્યો હતો

સ્પોર્ટ્સ રિપોર્ટર | વડોદરા

બીસીએનાપ્રમુખ અંગે ચેરીટી કમીશ્નરે આપેલા ચુકાદાનેે હાઈકોર્ટે રદ કર્યો છે. બીસીએના કમલ પંડયાએ જણાવ્યુ હતું કે સમરજીતસિંહ બીસીએના પ્રેસિડન્ટ તરીકે રહી શકે કે કેમ તે અંગે ચેરિટી કમિશનરે સમરજીતસિંહને પ્રેસિડેન્ટ તરીકે માન્યતા આપી હતી. ચેરિટી કમિશનર દ્વારા સમરજીતસિંહને પ્રેસિડેન્ટ તરીકે માન્યતા આપ્યા બાદ ચુકાદાને રિવાઇવલ ગ્રૂપ દ્વારા હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. ચેરીટી કમિશ્નરના ચુકાદાને હાઈકોર્ટે રદ કર્યો છે અને કહ્યુ છે કે.લોઢા કમિટી દ્વારા એસોસિયેશનમાં હોદ્દેદાર 9 વર્ષથી વધારે સમય માટે પદ પર રહી શકે તેવી ભલામણ કરવામાં આવી છે. જે ભલામણને ધ્યાનમાં લેતાં કેસ આગળ ચાલી શકે તેમ નથી. હાઇકોર્ટના નિર્ણય બાદ રોયલ ગ્રૂપના કલ્પેશ પરમારે જણાવ્યું હતું કે અમે 100 સભ્યોના સમર્થન સાથે બરોડા ક્રિકેટ એસોસિયેશનની એજીએમ બોલાવીશું અને તે મીટિંગમાં બાબત પર ચર્ચા કરવામાં આવશે અને એસોસિયેશનના સભ્યોનું સમર્થન મેળવી ચૂંટણીની માંગ કરવામાં આવશે. જ્યારે વરિષ્ઠ એડવોકેટ બિંદુ કુમાર શાહે જણાવ્યું હતું કે બીસીએના મેમોરેન્ડમ ઓફ એસોસિયેશન એન્ડ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન કલમ -20 મુજબ સ્પેશિયલ બેઠક બોલાવવાની જોગવાઈ છે,કલમ 20-બી મુજબ 100 બીસીએના સભ્યો આવી બેઠક માટે રજૂઆત કરી શકે છે. જો વહીવટદારો બેઠક ના બોલાવે તો સભ્યો બેઠક બોલાવી શકે છે.15 વરસ પહેલાં જે .વાય.લેલેના સમયમાં પ્રકારની બેઠક સયાજીવિહારમાં બોલાવવામાં આવી હતી.અને તે બેઠકમાં મતદાન થયું હતુ્ંુકમલ પંડયાએ ઉમેર્યું હતુ ંકે રીતે બેઠક બોલાવી શકાય નહી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

વધુ વાંચો