ફરિયાદ બાદની કામગીરીથી લોકોમાં અસંતોષ : અસંતુષ્ટ લોકોના વોટિંગના કારણે ક્રમ ગગડ્યો
વડાપ્રધાનેસમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરતાં સમગ્ર દેશમાં વિવિધ શહેર વચ્ચે સ્વચ્છતા બાબતે સ્પર્ધા જોવા મળી રહી છે અને સ્વચ્છતાની બાબતમાં વડોદરાનું સ્થાન આઠમું હોવાના કારણે તમામ વડોદરાવાસીઓ ગર્વ અનુભવતાં હતાં પરંતુ વડોદરાનું રેન્કિંગ જળવાઇ રહેવાની જગ્યાએ 8મે ક્રમેથી 25મા ક્રમે આવી જતાં બાબત ભારે ચર્ચાનો વિષય બની છે. સ્વચ્છતા અંગેની એપ પર લોકો અોન લાઇન તેમનાં મંતવ્યો આપી શકે છે અને તેમાં વડોદરાવાસીઓએ સ્વચ્છતા અંગે થયેલી ફરિયાદ બાદ કોર્પોરેશન દ્વારા થતી કામગીરીથી સંતુષ્ટ હોવાનું વોટિંગ કરતાં વડોદરાનો ક્રમ 17 ક્રમ પાછળ ધકેલાયો છે.
વડોદરાનું દેશમાં પહેલાં જે આઠમું સ્થાન હતું તે, હવે 25મા ક્રમે આવી ગયું છે.વડોદરા શહેરને સ્વચ્છતા માટે કુલ 20,204 માર્કસ મળેલ છે.અત્રે ઉલ્લેખનીય છે કે, ઇન્ડિયા ટુડે દ્વારા વર્ષ 2017ના વર્ષમાં સફાઇગીરી એવોર્ડ શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં સફાઇને લગતી કુલ 16 કેટેગરી નક્કી કરવામાં આવી હતી. ગુજરાતમાંથી માત્ર વડોદરાને ઓક્ટોબરમાં ક્લીનેસ્ટ સિટીનો અવૉર્ડ મળ્યો હતો. જો કે ક્રમાંક પાછળ જવા અંગે પાલિકાના જવાબદાર અધિકારીઓનો સંપર્ક કરતા થઇ શકયો હતો.
30%
સિટિઝન હેપ્પીનેસ ફેકટર વેઇટેજ
338
ડિસસેટિસ્ફાઇડ સિટિઝન
13
ન્યુટ્રલ સિટિઝન
76
સેટિસ્ફાઇડ સિટિઝન
427
કુલ સિટિઝન
40 %
ટોટલ કંપ્લેન રિઝોલ્વ વેઇટેજ
1,733
સમય બાદ નિવારણ થયેલ ફરિયાદો
14,527
કુલ કંપ્લેન
સમયસર નિવારણ થયેલ ફરિયાદો
રેંકિંગ માટેની પ્રથમ કેટેગરી
એપનાકુલ યુઝર્સ 22,564
એક્ટિવયુઝર્સ 8,218
નોનઅેક્ટિવ યુઝર્સ 14,346
યુઝર્સનીકુલ સંખ્યા 30ટકાવેઇટેજ
12,794
સ્વચ્છતામાં વડોદરા 8માં ક્રમેથી ધકેલાઇને 25મા ક્રમાંકે