- Gujarati News
- મેડિકલ PG હોસ્ટેલ નજીક વિશ્વામિત્રીમાં ડ્રેનેજ ‘સર્જરી’
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મેડિકલ PG હોસ્ટેલ નજીક વિશ્વામિત્રીમાં ડ્રેનેજ ‘સર્જરી’
ડીબી સ્ટાર રિપોર્ટર | વડોદરા
જેલરોડ પર યવતેશ્વર મંદિરની પાછળના ભાગે આવેલી બરોડા મેડિકલ કોલેજની પીજી ધન્વન્તરી હોસ્ટેલ અને કેટલાક ખાનગી માલિકીના મકાનોમાંથી ડ્રેનેજના પાણી ખુલ્લેઆમ વિશ્વામિત્રી નદીમાં ભળી રહ્યું છે. હાલમાં પાઇપોની કામગીરી હાથ ધરવા માટે ખોદકામ કરવામાં આવતાં ચોંકાવનારી માહિતી બહાર આવી હતી. જોકે એસએસજીના મકાનોના મેઇન્ટેનન્સની જવાબદારી જેના શિરે છે તે પ્રોેજેક્ટ ઇમ્પ્લિમેન્ટ યુનિટ(પીઆઇયુ )ની કચેરી પણ અા કેમ્પસમાં છે અને ઓફિસની અને તેના અધિકારીઓની જાણ બહાર ડ્રેનેજ લાઇન નદીમાં ઠલવાઇ રહી છે. ડ્રેનેજનું કામ ખાનગી રાહે કરાતું હોવાનું બહાર આવ્યું છે. જોકે મેડિકલ હોસ્ટેલની મુખ્ય ડ્રેનેજ લાઇનમાં ભંગાણ પડતા તેનું કનેક્શન પણ લાઇન સાથે જોડવામાં આવી છે.
યવતેશ્વર મહાદેવ મંદિરની પાછળના ભાગે વિશ્વામિત્રી નદીમાં વર્ષોથી ડ્રેનેજનાં પાણી છોડવામાં આવે છે. વિશ્વામિત્રી શુદ્ધિકરણની વાતો કરતું કોર્પોરેશન હવે ડ્રેનેજ કનેકશન ક્યારે અટકાવવાની તસ્દી લેશે જોવું રહ્યું.
^ સ્થાનિક માલિક દ્વારા ડ્રેનેજનું કામ થઇ રહ્યું છે. વિસ્તારમાં અન્ય કોઇ ડ્રેનેજનું લાઇનનું કનેક્શન નથી. રિવરફ્રન્ટ ડેવલોપ થયા બાદ નવી ડ્રેનેજનું કનેક્શન મળશે. ત્યાં સુધી વિસ્તારના ડ્રેનેજનું પાણી વિશ્વામિત્રીમાં છોડાતું રહેશે. > ડી.જેજોશી, એક્ઝિક્યુટિવઇજનેર, PIU.
વિસ્તારમાં 500 જેટલા લોકો રહે છે. વર્ષોથી તેમના મકાનોના ડ્રેનેજની લાઇન સીધી વિશ્વામિત્રીમાં જોડવામાં આવી છે. એક તરફ વિશ્વામિત્રી નદીને સાફ કરવાની વાતો કરવામાં આવી રહી છે. ત્યારે સરકારી સંસ્થાઓ અને ખાનગી માલિકીના મકોનોના ડ્રેનેજના પાણી નદીમાં બેરોકટોક ખુલ્લેઆમ છોડી રહી છે.
રિવરફ્રન્ટ ડેવલોપ થશે પછી ડ્રેનેજનું પાણી અટકશે : PIU
અહીં વર્ષોથી બેરોકટોક ડ્રેનેજના પાણી વિશ્વામિત્રીમાં ઠલવાઇ રહ્યાં છે
PIUની જાણ બહાર ડ્રેનેજ લાઇન નદીમાં ઠલવાય છે