તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • સિટીના હિરકે ગ્વાલિયરમાં ટેનિસની ડબલ્સ ઇવેન્ટમાં વિજય પ્રાપ્ત કર્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિટીના હિરકે ગ્વાલિયરમાં ટેનિસની ડબલ્સ ઇવેન્ટમાં વિજય પ્રાપ્ત કર્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ રિપોર્ટર | વડોદરા

ગ્વાલિયરખાતે એમપી સ્ટેટ ટેનિસ એસોસિએશન દ્વારા એઆઈટીએ ચેમ્પિયનશિપ સિરિઝનું આયોજન કરાયું હતું. જેમાં ડબલ્સ ઇવેન્ટમાં વડોદરાના હિરક વોરાએ તેના પાર્ટનર દીપ મુનિમ સાથે રહી ટુર્નામેન્ટનું ટાઇટલ જીત્યું હતું. અંડર-18 ડબલ્સ ચેમ્પિયનશિપમાં હિરક અને દીપની જોડીએ સંસ્કાર અને જીતને 6-3, 5-7, 10-5ના સ્કોરથી હરાવી વિજય મેળવ્યો હતો. જે બદલ બંનેને ટ્રોફી પણ એનાયત કરવામાં આવી હતી. કોચ વંદન મહેતા તથા દર્શન મહેતાના માર્ગદર્શન હેઠળ 14 વર્ષના હિરકે અંડર-18 વયજૂથની સ્પર્ધામાં ભાગ લઈ વિજય પ્રાપ્ત કર્યો હતો. હિરક છેલ્લા 8 વર્ષથી ટેનિસ રમે છે અને બાલભવન ખાતે તાલીમ મેળવે છે.

મધ્યપ્રદેશના ગ્વાલિયર ખાતે યોજાયેલ ટેનિસની સ્પર્ધામાં ડબલ્સ ઇવેન્ટમાં હિરક અને દીપની જોડીએ વિજય મેળવતા ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.

Tennis

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

વધુ વાંચો