સ્પોર્ટ્સ રિપોર્ટર | વડોદરા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ રિપોર્ટર | વડોદરા

મધ્યપ્રદેશના ઉજ્જૈન માળવા ખાતે માધવ કોલેજ મેદાન પર ઓલ ઇન્ડિયા જામદાર્સ એસોસિએશન વડોદરા અને મધ્યપ્રદેશ વચ્ચે 2 મેચોની શૃંખલા રમાઇ હતી. બે મેચોની સિરીઝ વડોદરા-ગુજરાતે 2:0થી છટાદાર ઓલરાઉન્ડર દેખાવ સાથે જીતી લીધી હતી. પ્રથમ 10 ઓવરની મર્યાદિત મેચમાં મધ્યપ્રદેશે ત્રણ વિકેટ ગુમાવી 82 રન બનાવ્યાં હતાં. જેના જવાબમાં રમતા અઇજાની ટીમે 5 ઓવરમાં 83 રન બનાવી આસાનીથી જીત પ્રાપ્ત કરી લીધી હતી. બીજી 16 ઓવરની મેચમાં અઇજાએ પ્રથમ બેટિંગ કરી 188 રન ફટાકાર્યા હતાં. જેની સામે રમતાં મધ્યપ્રદેશની ટીમ 16 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 124 રન બનાવી શકી હતી અને પરાજયનો સ્વિકાર કરવો પડ્યો હતો.

અઇજા એસો. વડોદરાએ MP સામે જીત મેળવી

Cricket

અન્ય સમાચારો પણ છે...