તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • 10 કચેરીના પરિસરમાં હરાજીની રાહમાં ઉભેલા100થી વધુ વાહનો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

10 કચેરીના પરિસરમાં હરાજીની રાહમાં ઉભેલા100થી વધુ વાહનો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરાશહેરના મુખ્ય 10 સરકારી ઓફિસોના કેમ્પસમાં વર્ષોથી 102 વાહનો કોઇપણ જાતના વપરાશ વિના ઊભા છે. નવાઇની વાત તો છે કે, જે પરિસરમાં આવા વાહનો છે તેમના હાલના અધિકારીઓ પણ જૂના વાહનોની વિગતોની સ્પષ્ટ જાણ નથી. એસએસજી કેમ્પસમાં તપાસ કરતાં સાત એમ્બ્યુલન્સ, એક ટ્રેક્ટર, અને અન્ય 12 વાહનો સહિત20 વાહનો ધૂળ ખાઇ રહ્યાં છે. જે પૈકીની 7 તો એમ્બ્યુલન્સ છે. જોકે એસએસજી હોસ્પિટલના સત્તાવાર રેકર્ડ પર તો 16 વાહનો હોવાનું પૂરવાર થયું છે.જિલ્લા પંચાયત અને SSGના પરિસરમાં 41 વાહનો ધૂળખાય છે . જેમાં અેમ્બ્લ્યુલન્સ, જીપ અને ‘લાઇટ’વાળી ક્લાસવનની કારોનો પણ સમાવેશ થાય છે. સરકારી રૂપિયાના ખર્ચે ખરીદાયેલા વાહનોનો લાંબા સમયથી વપરાશ થતો નથી અને સત્તાધીશો ‘હરાજી’ માટે ટાંપીને બેઠા છે. જોકે છેલ્લે હરાજી ક્યારે થઇ હતી જાણ પણ અધિકારીઓને નથી. ઉપરાંત જિલ્લા પંચાયત, નર્મદા ભવન, કુબેર ભવન, ગેરી કેમ્પસ, એમએસયુ કેમ્પસ, કોઠી કચેરી, આરએન્ડબી વિભાગ, વનવિભાગમાં આવા વાહનો છે. ઉપરાંત પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે પણ 20 જેટલા વાહનો ધૂળખાતા જોવા મળ્યાં હતા. એસએસજિમાં તો બાકીના અન્ય વાહનો કોની માલિકીના અને કેમ પડ્યા છેω તે પણ જા‌ણવાની તસ્દી નથી લીધી.

પેશન્ટ્સની અવરજવર માટે ઉપયોગી થતી 7 એમ્બ્યુલન્સ એસએસજી પરિસરમાં ધૂળ ખાય છે. નર્મદાભવન બી બ્લોક નીચે બંધ પડેલી કાર વર્ષોથી બંધ હાલતમાં છે.

જિલ્લા પંચાયત 21

સયાજીહોસ્પિટલ 20

પોલીસહેડક્વાર્ટર 20

નર્મદાભવન 11

કોઠીકચેરી 09

કુબેરભવન 08

બંનેગેરીકેમ્પસ 07

R&Bરાવપુરા 03

એમએસયુ02

વનભવન01

કુલ102

ક્યાં- કેટલા ‘સ્થિર’ વાહનો

બિનઉપયોગી વાહનોની માહિતી દર મહિને હેડ ઓફિસે મોકલાય છે

જિલ્લા પંચાયતના બેઝમેન્ટમાં હોરર ફિલ્મના સેટ જેવું દૃશ્ય

જિલ્લા પંચાયતના બેઝમેન્ટમાં 14વાહનો પર ધૂળના જાડા થર જામેલા છે. અહીંની કચેરી દ્વારા નિકાલ કરાયો નથી. વિશાળ બેઝમેન્ટમાં સમખાવા પૂરતી એક લાઇટ ચાલુ હોવાથી હોરર ફિલ્મના સીન માટેના સેટ જેવું દૃશ્ય સર્જાય છે. છાશવારે જિલ્લા પંચાયતમાં ઓફિસોમાં

એસએસજી હોસ્પિટલના આરએમઓને કેમ્પસના બીન ઉપયોગી વાહનો વિશે વાત કરતાં તેમણે જણાવ્યું કે, બાબતનો સત્તાવાર રેકર્ડ વહીવટ વિભાગની ઓફિસમાં છે. જોકે ત્યાં પૂછતાં હોસ્પિટલના પરિસરમાં હોસ્પિટલની માલિકીના બિનઉપયોગી વાહનોની માહિતી દર મહિને ગાંધીનગર મોકલવામાં આવે છે. આવા વાહનોની હરાજી કરી તેનો નિકાલ કરવામાં આવશે. છેલ્લી હરાજી ક્યારે થઇ હતી તેની માહિતી હોવાની સ્પષ્ટતા ઓફિસે કરી હતી.

પાર્કિંગ માટે જગ્યા ઓછી પડતાં નર્મદાભવન, કોઠી કચેરી જેવા પરિસરમાં વાહનનું ટોઇંગ થઇ જવાના કિસ્સાઓ બનતા રહે છે. તેથી લોકો માટે વાહનો ક્યાં પાર્ક કરવા માથાનો દુખાવો બની જાય છે.

પાર્કિંગ કચેરીઓમાં આવતા લોકો માટે માથાનો દુ:ખાવો

વીમાના પ્રિમિયમમાં લાખો રૂપિયાનો વેડફાટ થાય છે

વાહનો વર્ષો સુધી બીન ઉપયોગી પડ્યા રહે છે. ત્યારબાદ સરકારી રાહે હરાજિમાં તેનો નિકાલ થતો હોય છે. બીજી તરફ તેનું વીમાનું પ્રિમિયમ તો ભરાતું રહે છે. હરાજીની રાહતમાં લાખો રૂપિયાનો રીતે વેડફાટ થતો રહે છે.

} જીપ-‘લાઇટ’વાળી ક્લાસ વન અધિકારીઓની કાર્સનો પણ સમાવેશ

} SSG અને જિ. પંચાયત પરિસરમાં 41 ફોર વ્હીલર્સ- એમ્બ્યુલન્સ ધૂળ ખાય છે

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

વધુ વાંચો