તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મોડી રાતે સિટી િવસ્તારમાં ચક્કાજામ સર્જાયો

મોડી રાતે સિટી િવસ્તારમાં ચક્કાજામ સર્જાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉત્સવપ્રિયનગરીમાં ઉજવાઇ રહેલા ગણેશોત્સવના આઠમા દિવસે શ્રીજી પંડાલોમાં માનવમહેરામણ ઉમટી પડયું હતું. શનિવાર અને રવિવારની રજા આવી હોવાથી તેનો લ્હાવો લઇને શુક્રવારે મોડી રાત સુધી શહેરના રાજમાર્ગો પર નગરજનો ઉમટી પડયા હતા. જેના કારણે, ટાવર ચાર રસ્તા,દાંડિયાબજાર,વોલ સિટી વિસ્તારમાં ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા. સંજોગોમાં,મુખ્યમંત્રી વિજય રૂપાણી શુક્રવારે મોડી સાંજે વડોદરાનું આતિથ્ય માણી રહ્યા હોવાથી તેમના રૂટ પર લોખંડી બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો અને તેમની અવરજવર ટાણે નાગરિકોના વાહનોની અવરજવર માટે રસ્તા બંધ કરવામાં આવતા એક તબક્કે ભારે અફરાતફરી સર્જાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...