તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વિદ્યાર્થીઓને PRN વિના પરીક્ષા આપવાનો વારો

વિદ્યાર્થીઓને PRN વિના પરીક્ષા આપવાનો વારો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

મ.સ.યુનિવર્સિટીનીઆર્ટ્સ ફેકલ્ટીમાં એફ.વાય. બીએમાં પ્રવેશ લેનાર નવા વિદ્યાર્થીઓ પૈકી આશરે અડધા કરતા વધારે વિદ્યાર્થીઓને પીઆરએન આપવામાં આવ્યા નથી. પરમેનેન્ટ રજીસ્ટ્રેશન નંબર વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા માટે અગત્યના હોય છે. 7 સપ્ટેમ્બરથી મીડ સેમેસ્ટર પરીક્ષાનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. પણ વિદ્યાર્થીઓ પીઆરએન વગર પરીક્ષા કેવી રીતે આપશે બાબતે મૂંઝાઇ રહ્યાં છે.

યુવા શક્તિ ગૃપ દ્વારા આર્ટ્સ ફેકલ્ટીમાં સૂત્રોચ્ચાર સાથે રજૂાત કરવામાં આવી હતી કે, પરીક્ષા યોજાતા પૂર્વે તમામ વિદ્યાર્થીઓને પીઆરએન ઉપલબ્ધ કરાવવામાં આવે.

ઉપરાંત વાય.આઇ.એસ.યુ.ના આગેવાનો દ્વારા પણ ડીનને આવેદનપત્ર સુપ્રત કરીને અંગે રજૂઆત કરવામાં આવી હતી.

7 સપ્ટેમ્બરથી મીડ સેમેસ્ટર પરીક્ષા શરૂ થશે

આટર્સમાં પરમેનેન્ટ રજિસ્ટ્રેશન નંબર અપાયો નથી

અન્ય સમાચારો પણ છે...