• Gujarati News
  • National
  • શ્રાવણિયો જુગાર રમતા તત્ત્વો સામે સપાટો

શ્રાવણિયો જુગાર રમતા તત્ત્વો સામે સપાટો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
75,670નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો

પાણીગેટ રાજા રાણી તલાવ પાસે આવેલા ઝુપડ પટ્ટીમાં અમજદ મકરાણીના મકાનમાં પત્તાપાનાનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી મહંમહ હુસેન ઉર્ફે મોહસીન, નજીર કાજી, શકીલ શેખ, નિજામ કાજી, મહંમદ શેખ, ઇકબાલ ખલીફા, મહંમદ યુશુફ શેખ, અબ્દુલ રજાક જોજન વાલા, ઇમ્તીયાજ શેખ, મહંમદ મન્સુરી, યુશુફખાન પઠાણ, તાલીબ દિવાન, નાસીર દિવાન, અલ્લારખા શેખ, લતીફ દિવાન, ને ઝડપી પાડી રૂ. 53070નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

જ્યારે હરણીગામ પાસે આવેલા ખુલ્લી જગ્યામાં ઝાડનીચે જુગાર રમતા મહેન્દ્ર ચૌહાણ, સતીષ પરમાર , હિતેશ મકવામા , મોસીન મલેક, ચિરાગ વાઘેલા અને મનીષ પારેખને પત્તાપાનાનો જુગાર રમતા હરણી પોલીસે ઝડપી પાડ્યા હતા.

પોલીસે તમેની પાસેથી રોક્કડ રૂપિયા 12500 તેમજ પાંચ મોબાઇલ મળી કુલ રૂ. 22600 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે તમાંમ વિરૂધ્ધ જુગાર ધારા મૂજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

હરણી-પાણીગેટમાં જુગાર રમતા 21 જુગારી ઝડપાયા

અન્ય સમાચારો પણ છે...