• Gujarati News
  • National
  • લાઇસન્સ વિના ગીતો વગાડતાં ફરિયાદ કરાઈ

લાઇસન્સ વિના ગીતો વગાડતાં ફરિયાદ કરાઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનારેસકોર્સ વિસ્તારમાં આવેલા સ્ટોરમાં લાઇસન્સ વિના મ્યુઝિક સિસ્ટમ પર સંગીત વગાડવા સામે કોપીરાઇટ એક્ટના ભંગ બદલ ગોરવા પોલીસ મથકે સ્ટોરના સંચાલકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફોનોગ્રાફિક પર્ફોર્મન્સ લિમિ.ના એક્ઝિક્યુટિવ (લાઇસન્સિંગ) જયદીપ નેનુજીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, રેસકોર્સ રોડના મોનાલિસા સેન્ટ્રમમાં આવેલા સ્ટોરમાં ગત 27મી એપ્રિલે મેસર્સ રુચિ લાઇફ સ્ટાઇલ પ્રા.લિ.માં ઇન માયબ્લડ(ધ વેરોનિકાસ, સોની મ્યુઝિક) અને કૂલ ગર્લ (ટોવ લો, યુનિવર્સલ મ્યુઝિક) લાઇસન્સ કે મંજૂરી વિના વગાડવામાં આવી રહ્યાં હતાં. પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...