• Gujarati News
  • National
  • MSUમાં સોલર એનર્જિના રૂફટોપ પ્લાન્ટ્સ નખાશે

MSUમાં સોલર એનર્જિના રૂફટોપ પ્લાન્ટ્સ નખાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુનિવર્સિટીમાં 2000 કિલોવોટની ક્ષમતાની વીજ ઊર્જા પેદા થતાં વીજબિલમાં અડધોઅડધ ઘટાડો થશે. હેડ ઓફિસે પાઠવેલા પત્રમાં દરેક ફેકલ્ટીને કેટલા કેવીનો પ્લાન્ટ મૂકવાનો છે અને તેના માટે સોલર પેનલ માટે કેટલી જગ્યાની જરૂર પડશે તેની માહિતી મોકલાવી છે. જેડાનાં સૂત્રોના જણાવ્યા અનુસાર એક કેવીનો પ્લાન્ટ્સ મૂકવાનો ખર્ચ 47 હજાર રૂપિયા થાય છે હિસાબે 2000 કેવીના તમામ પ્લાન્ટ્સનો ખર્ચ 9.4 કરોડ રૂપિયા જેટલો થાય તેવી શક્યતા છે.

આગામી સિન્ડિકેટમાં મૂકવામાં આવશે

વીજળીના બિલમાં માં 50 ટકા બચત થશે

^સોલરએનર્જિથી યુનિવર્સિટીના વીજબિલમાં 50 ટકા જેટલી બચત થાય તેવી શક્યતા છે. ફેકલ્ટીઓ દ્વારા પણ તેમની જરૂરિયાત અને સોલર રૂફ ટોપના વિસ્તાર વિશેની માહિતી મોકલવામાં આવી છે. > એન.કે.ઓઝા, યુનિવર્સિટીએન્જિનિયર, એમએસયુ.

જેડા દ્વારા રાજ્યની તમામ યુનિવર્સિટીઓમાં અા પ્રકારના સોલર પ્લાન્ટ્સ ફિટ કરવાના પ્રયત્નો ચાલી રહ્યા છે. કવાયત દરમિયાન માટે યુનિવર્સિટીની બિલ્ડિંગ્સમાં જેડાના અધિકારીઓ દ્વારા પ્રાથમિક સરવે પણ કરવામાં આવ્યો હતો. સોલર પ્લાન્ટ્સનો મુદ્દો આગામી સિન્ડિકેટની બેઠકમાં મૂકવામાં આવે તેવી શક્યતા છે.

તમામ પ્લાન્ટ્સનો અંદાજિત ખર્ચ 9.4 કરોડ રૂપિયા થશે

યુનિવર્સિટી દ્વારા તમામ ફેકલ્ટીઓને પત્ર પાઠવાયો

અન્ય સમાચારો પણ છે...