• Gujarati News
  • National
  • 9 બેઠકો બિનહરિફ થતાં હવે11 બેઠકો માટે તા.27મીએ ચૂંટણી

9 બેઠકો બિનહરિફ થતાં હવે11 બેઠકો માટે તા.27મીએ ચૂંટણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યસરકારની કચેરીઓમાં ફરજ બજાવતા અધિકારીઓ-કર્મચારીઓની બનેલી ગવર્નમેન્ટ સર્વન્ટ્સ કો.ઓ.ક્રેડિટ સોસાયટીના બોર્ડ ઓફ ડિરેકટર્સની 21 બેઠકોની યોજાનાર ચૂંટણી પૈકી 9 બેઠકો બિનહરિફ જાહેર થઇ છે. હવે બાકી રહેલી 11 બેઠકોની ચૂંટણી તા.27 ઓગસ્ટે યોજાશે. 11 બેઠકો માટે 20 ઉમેદવારો ચૂંટણી જંગમાં બાકી રહ્યા છે.

9000 થી વધુ સભાસદો ધરાવતી ગવર્નમેન્ટ સર્વન્ટ્સ કો.ઓ.ક્રેડિટ સોસાયટીના બોર્ડ ઓફ ડિરેકટર્સની ચૂંટણી તા.27 ઓગસ્ટે યોજાનાર છે. ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત 55 ફોર્મ ભરાયાં હતાં. જેની ચકાસણી કરાતાં 14 ફોર્મ નામંજૂર અને 41 ફોર્મ મંજૂર ઠર્યાં હતાં. ગુરુવારે ઉમેદવારી પત્રો પરત લેવાની મુદત પૂરી થતાં 21 બેઠકો પૈકી 9 બેઠકો બિનહરીફ જાહેર થઇ હતી. જ્યારે 11 બેઠકો માટે 20 ઉમેદવારો ચૂંટણી જંગમાં બાકી રહ્યા હતા.

21 પૈકી 9 બેઠકો બિનહરિફ થતાં હવે તા.27 ઓગસ્ટે યોજાનાર 11 બેઠકો પૈકી મ.સ.યુનિવર્સિટીની 4 બેઠકો પર 7 ઉમેદવારો, શિક્ષણ સમિતિની 3 બેઠકો પર 5 ઉમેદવારો, કોર્પોરેશનની 3 બેઠકો પર 6 ઉમેદવારો અને હોસ્પિટલ કેટેગરીની 1 બેઠક પર ફોર્મ ભર્યું હતું.

ગર્વમેન્ટ સર્વન્ટ્સ સોસા.ના ડિરેકટર્સની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું

અન્ય સમાચારો પણ છે...