• Gujarati News
  • National
  • 5 વર્ષમાં પ્રત્યેક ઘરમાં સરફેસ વોટર અપાશે

5 વર્ષમાં પ્રત્યેક ઘરમાં સરફેસ વોટર અપાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતશહેરો અને ગામોને માથાદીઠ સૌથી વધુ પાણી ઉપલબ્ધ કરાવવામાં દેશમાં મોખરે છે અને અાગામી પાંચ વર્ષમાં રાજ્યના પ્રત્યેક ઘરમાં નળ દ્વારા સરફેસ વોટર પહોંચાડવાનું રાજ્ય સરકારનું આયોજન હોવાનું પાણી પુરવઠા મંત્રીએ વડોદરામાં જણાવ્યું હતું.

શહેરમાં 18.31 કરોડ રૂપિયાના ખર્ચે પાણીની બે ટાંકી, સંપના લોકાર્પણ અને તળાવોના બ્યુટિફિકેશનની કામગીરીનું ખાતમુહૂર્ત રાજ્યના પાણી પુરવઠા મંત્રી બાબુભાઇ બોખારિયાએ કર્યું હતું.આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે આગામી 2020થી 2022 સુધીમાં રાજ્યના પ્રત્યેક ઘરમાં નળ દ્વારા સરફેસ વોટર પહોંચાડવાનું આયોજન કર્યું છે અને તેનાથી ભૂગર્ભ જળ અને પર્યાવરણનું રક્ષણ થશે.

18.31 કરોડના ખર્ચે બે ટાંકીનું લોકાર્પણ

તળાવોના નવિનીકરણની કામગીરીનો પ્રારંભ

અન્ય સમાચારો પણ છે...