• Gujarati News
  • National
  • યુપીનું પરિણામ ટૉક ઑફ ધી ટાઉન બન્યું

યુપીનું પરિણામ ટૉક ઑફ ધી ટાઉન બન્યું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રદેશ,ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુર વિધાનસભાની ચૂંટણીઓનાં પરિણામો આજે જાહેર થયાં હતાં. આજે સવારથી ચૂંટણી પરિણામો જાણવા માટે લોકો ટીવી સેટ સામે ગોઠવાઈ ગયા હતા. ઘણા લોકો મોબાઇલ ઇન્ટરનેટના માધ્યમથી પણ સતત નજર રાખતા હતા.

ચૂંટણીનાં પરિણામો આજે જાહેર થવાની સાથે ભાજપની ઐતિહાસિક જીતની ચર્ચા ટોક ઓફ ટાઉન હતી. પરિણામો જાણવા માટે રાજકીય પક્ષોના આગેવાનો સહિત સામાન્ય લોકોને પણ આતુરતા જોવા મળી હતી. સવારથી લોકો ટીવી સેટ સામે ગોઠવાઈ હતા. સોશ્યલ મીડિયા પર મેસેજોનો ટ્રેન્ડ શરૂ થઇ જવા પામ્યો હતો. 1 કલાક મા યુપીનાં પરિણામોને મેસેજ જેમાં રાહુલ-અખિલેશની મજાક ઉડાડતા વાયરલ બન્યા હતા. યુપી ઇલેકશનમાં ભાજપની જીત દિવસ દરમ્યાન સોશ્યલ મીડિયા પર છવાઈ ગઇ હતી. પાંચ રાજ્યોનાં ચૂંટણી પરિણામો બાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ વહેલી આવશે તેવી ચર્ચાઓએ પણ સ્થાન લીધું હતું.

રિઝલ્ટ જાણવા સવારથી લોકો ટીવી સામે ગોઠવાયા

સોશિયલ મિડીયા પર મેસેજ ફરતા રહ્યા

અન્ય સમાચારો પણ છે...