• Gujarati News
  • National
  • પરિણામ અંગે રજૂઆત કરવા ગયેલા વિદ્યાર્થી અને કાનાણી વચ્ચે તડાફડી

પરિણામ અંગે રજૂઆત કરવા ગયેલા વિદ્યાર્થી અને કાનાણી વચ્ચે તડાફડી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એમ.એસ યુનિમાં કોમર્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓની પરીક્ષાને માત્ર જૂજ દિવસો બાકી હોવાથી સમયસર પરિણામ જાહેર ન થતાં પરિણામ તાત્કાલિક જાહેર કરવાની માંગ સાથે શનિવારે એજી.એસ.જી સંગઠનના નેતાઓ યુનિના રજિસ્ટ્રાર સમક્ષ રજૂઆત કરવા પહોંચ્યા હતા.દરમિયાન યુનિ હેડ ઓફિસ પાસે વિજિલન્સના કાનાણીએ વિદ્યાર્થીને તું અહીંયાં કેમ આવ્યો છે એમ કહેતાં ઓફિસ ખાતે વિદ્યાર્થી અને કાનાણી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી.

સી.આર હેની શાહના જણાવ્યા મુજબ રજિસ્ટ્રારે જણાવ્યું હતું કે ફેકલ્ટી દ્વારા હજી પરિણામ ઓફિસમાં આપવામાં આવ્યું નથી.

અન્ય સમાચારો પણ છે...