• Gujarati News
  • National
  • રિકશાચાલકો પર સ્ટેશન ડાયરેકટર તાડૂક્યા, એમ.પી. મારા સાહેબ નથી

રિકશાચાલકો પર સ્ટેશન ડાયરેકટર તાડૂક્યા, એમ.પી. મારા સાહેબ નથી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટ રિપોર્ટર | વડોદરા

રેલવે સ્ટેશન ખાતે પાર્કિંગ ચાર્જ મામલે રિક્શા ચાલકોએ પાડેલી હડતાલમાં 5 કલાક મુસાફરો અટવાયા હતા. સાંસદે દરમિયાનગીરી કરી હંગામી ધોરણે પાર્કિંગ ચાર્જ બંધ કરાતાં હડતાલ સમેટાઇ હતી.

રિક્શા ચાલકો પાસે 12 કલાકના રૂ. 10 અને 24 કલાકના રૂ. 20 ચાર્જ વસૂલાતા તેમણે ડીઆરએમને રજુઆત કરી હતી.તેઓ રજા પર હોવાથી શુક્રવારે સાંજે સાંસદ રંજન ભટ્ટને રજૂઆત કરતાં તેમણે ડીઆરએમને જાણ કરી તેઓ પરત આવે ત્યાં સુધી રિક્શા ચાલકોને હંગામી રાહતનું જણાવ્યું હતું. પરંતુ સવારે ફરી ચાર્જ વસૂલવાનો આદેશ કર્યો હતો.રિક્શા ચાલકો સ્ટેશન ડાયરેકટરને રજૂઆત કરવા ગયા ત્યારે તેમણે કહ્યું હતું કે એમ પીએ અમને કીધુ છે કે હમણા કોઇ ચાર્જ નહી વસૂલાય. ત્યારે સ્ટેશન ડાયરેકટરે એમપી મારા સાહેબ નથી તેમ કહેતાં મામલો ગરમાયો હતો. સ્ટેશન ડાયરેકટરે તેઓ આવુ નહીં બોલ્યાનું જણાવી આક્ષેપો નકાર્યા હતા.

રિકશાચાલકોની હડતાળને પગલે મુસાફરો અટવાયા હતા.

શુક્રવારે સાંજે સાંસદ દ્વારા બે દિવસ પાર્કિંગના પૈસા નહીં લેવા રિક્શા ચાલકોને વચગાળાની રાહત આપી હતી.જે અંગે રિક્શા ચાલકોએ સ્ટેશન ડાયરેક્ટરને જણાવ્યું હતું. પરંતુ ડાયરેક્ટર સંતોષ તિવારીએ સાંસદને ફોન કરી ખાતરી કરવાનું ટાળી સાંસદ માટે પણ અયોગ્ય શબ્દો ઉચ્ચાર્યા હોવાનો આક્ષેપ રિક્શા ચાલકોએ કર્યો હતો.તેમજ તેમણે લેખિત ઓર્ડરની માંગણી કરી હતી.

સ્ટેશન ડાયરેક્ટરને યોગ્ય વર્તન કરવા ટકોર કરી છે
મેં સ્ટેશન ડાયરેક્ટરને બધા સાથે યોગ્ય વર્તન કરવા અને યોગ્ય ભાષા ઉપયોગ કરવા ટકોર કરી છે. સાથે ડીઆરએમ આવતાં સુધી તાત્કાલિક ફ્રી પાર્કિંગ કરવા પણ કહ્યું છે.હું સ્ટેશન ડાયરેક્ટર સાથે મીટિંગ કરી આગામી સમયમાં નિર્ણય કરીશ. રંજનબેન ભટ્ટ, સાંસદ

અમને રૂા.7નું નુકસાન થતુ હોવાથી હડતાળ પાડી હતી
અમે ફ્રી પાર્કિંગની માગણી કરી છે. ચોવીસ કલાકના રૂ. 20 ચૂકવીએ તો મિનિમમ ભાડું રૂ. 13 હોવાથી અમને રૂ. 7નું નુકસાન થાય છે. જેથી હડતાલ પાડી હતી. જીવણ ભરવાડ , પ્રમુખ, ઇન્ટુક

અન્ય સમાચારો પણ છે...