તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મોક્ષધામ વાહિનીનું 3જીએ લોકાર્પણ

મોક્ષધામ વાહિનીનું 3જીએ લોકાર્પણ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માનવીનીઅંતિમ ક્રિયા ઘરે માટે સ્મશાન સુધી પહોંચાડવા માટે શહેરની વરુણ સેવા ટ્રસ્ટ દ્વારા અંતિમધામ-મોક્ષધામ વાહિનીનું તા.3,ઓક્ટોબરે સંસ્થા દ્વારા વિનામૂલ્યે લોકાર્પણ કરવામાં આવશે. વરુણ સેવા ટ્રસ્ટ કાર્યાલય, 20, ગુરુઆધાર સોસાયટી,કલાવતી હોસ્પિટલની સામે,હરણી-વારસિયા રિંગ રોડ,વડોદરા ખાતે સવારે 10.00 કલાકે અંતિમધામ વાહિનીનું લોકાર્પણ કરવામાં આવશે.

વરુણ સેવા ટ્રસ્ટના પ્રમુખ જિતુભાઇ કાલવાણીએ જણાવ્યું હતું કે સંસ્થા દ્વારા વર્ષ 2007થી જરૂરિયાત મંદ દર્દીઓને વોકર, બેક રેસ્ટ, લાકડી, વ્હીલચેર, ઓક્સિજન કીટ, કોફીન બોક્સ, એયર ગાદલો, મેડિકલ બેડ, નેબ્યુલાઇઝર, સકશન મશીન, ફાનુસો, ફોટો મુકવાનો સ્ટેન્ડ, ઠાઠડી, ટોયલેટ ચેર, યુરિન પોટ, થુકદાનીની સેવાઓ સંસ્થા તરફથી મફત આપવામાં આવે છે. સેવા માટે વરુણ સેવા ટ્રસ્ટ, 27, ગુરુ આધાર સોસાયટી, મોતીનગર ચાર રસ્તા, હરણી-વારસિયા રિંગ રોડ ખાતે 24 કલાક જિતુ કલવાણી 9904132608નો સંપર્કકરી શકાશે.

અન્ય સમાચારો પણ છે...