તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ન્યુયોર્કના ફેશન વીકના શોમાં રેમ્પ પર ચમકી વડોદરાની જ્વેલરી

ન્યુયોર્કના ફેશન વીકના શોમાં રેમ્પ પર ચમકી વડોદરાની જ્વેલરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ન્યુયોર્કફેશન વીકમાં રેમ્પ વોક મોડલે વડોદરાના જાણીતા જ્વેલર્સની ડાયમંડ ઇયરરિંગ્ઝ પહેરી હતી. ફેશન ડિઝાઇનર બિભૂ મહોપાત્રએ રજૂ કરેલી ડિઝાઇનમાં જ્વેલરીને સામેલ કરવામાં આવી હતી.

વડોદરામાં કેતન ચોક્સી અને જતિન ચોક્સીએ ડિઝાઇન કરેલી જ્વેલરીને કાસ્કેડિંગ શેન્ડેલિયરના નામે ઓળખવામાં આવે છે. ઝુમ્મરના આકારની હોવાથી નામ આપવામાં આવ્યું છે. જ્વેલરીમાં ન્યૂ ફેશન લાવવા માટે ક્રિયેટિવ વર્ક અને ડિફરન્ટ સ્ટાઇલમાં બનાવવી છે. વર્તમાનની ટ્રેન્ડી ફેશનને ધ્યાનમાં રાખીને ઈયરરિંગ્ઝ બનાવેલ છે.અત્રે ઉલ્લેખનીય છે કે ઈયરરિંગ્ઝ ડિઝાઈનર સાડી, ડિઝાઈનર ગાઉન, વેસ્ટર્ન ક્રોપ ટોપ પર પહેરવામાં આવે તો તે એક રોયલ અને ડિફરન્ટ લુક આપે છે. ઈયરરિંગ્ઝ સાથે નેકલેસ પહેરવો જોઈએ નહીં તેને સિમ્પલ કોસ્ચ્યુમ પર પહેરવાથી ડિફરન્ટ અને બ્રાઇટ લુક આપે છે.

અન્ય સમાચારો પણ છે...