તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કોમર્સમાં DJના કાર્યક્રમમાં વિઘ્ન

કોમર્સમાં DJના કાર્યક્રમમાં વિઘ્ન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

યુનિ.નીફેકલ્ટી ઓફ કોમર્સ ખાતે આજે વિદ્યાર્થીઓની પરીક્ષા પૂરી થતાં ફેકલ્ટી જીએસ દ્વારા ડીજેનું આયોજન કરવામાં આવ્યું હતું. ફેકલ્ટી ડીન તથા વિસ્તારના પીઆઇની પરવાનગી સાથે ચાલી રહેલા ડીજેને બંધ કરાવવા માટે કંટ્રોલરૂમમાં ફોન જતાં ડીજે બંધ કરાવવામાં આવ્યું હતું. યુનિ.ના એજીએસજીના વિરોધી સંગઠનો દ્વારા કંટ્રોલ રૂમમાં કોલ કરી ડીજે બંધ કરાવવામાં આવ્યું હોવાની ચર્ચા વિદ્યાર્થી વર્તુળોમાં હતી. કોમર્સ ખાતે ચાલી રહેલા ડી.જેને બંધ કરાવવા માટે પોલીસ કંટ્રોલ રૂમમાં થોડી મિનિટોમાં 19 કોલ આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. મોટી સંખ્યામાં કોલ થયાને પગલે ડી.જેનો કાર્યક્રમ બંધ કરાવવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...