તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવાયાર્ડ તોફાનમાં વધુ 10 ઝડપાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | શહેરનાનવાયાર્ડમાં સોમવારે રાત્રે એક કોમના યુવાનને બીજી કોમના યુવાને તમાચો લગાવ્યા બાદ બે કોમનાં ટોળાં આમનેસામને આવી જતાં પથ્થરમારો અને તોડફોડની ઘટના બની હતી. પોલીસે ઘટનામાં વધુ 10 આરોપીને ઝડપી પાડયા હતા. અગાઉ પોલીસે 15 શખ્સને ઝડપી પાડયા હતા. ગત સોમવારે રાત્રે દસ વાગ્યાના અરસામાં નવાયાર્ડ વિસ્તારમાં યુવકને અજાણ્યા શખ્સે તમાચો લગાવી દીધા બાદ મામલો બીચકતાં પથ્થરમારો કરી બાઇકની તોડફોડ કરીને હાથલારીઓ ઊંધી વાળી દીધી હતી. ફતેગંજ પોલીસને ઘટનાની જાણ થતાં બનાવમાં સંડોવાયેલા વધુ 10 શખ્સની પીએસઆઇ એન.ઝેડ ભોયાએ ધરપકડ કરી હતી. છેલ્લા ત્રણ દિવસમાં અત્યાર સુધી 25 આરોપી પોલીસે ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...