તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સ્ટ્રીટલાઇટ માટે ~6.25 કરોડના એરિયલ બન્ચ કેબલ ફિટ કરાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્ટ્રીટલાઇટ માટે ~6.25 કરોડના એરિયલ બન્ચ કેબલ ફિટ કરાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરનાજુદા જુદા ગીચ સ્લમ વિસ્તારમાં સ્ટ્રીટલાઇટના ઓવરહેડ કેબલના બદલે સવા કરોડ રૂપિયાના ખર્ચે એરિયલ બંચ કેબલ લગાડવા માટે મંજૂરી માંગતી દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવી છે.

સેવાસદનના સ્ટ્રીટલાઇટ વિભાગ દ્વારા શહેરના વિવિધ મુખ્ય રસ્તાઓ,જાહેર રસ્તાઓ અને સ્લમ વિસ્તારમાં સ્ટ્રીટલાઇટની સુવિધા આપવામાં આવે છે. હાલમાં, સુવિધા માટેના સ્ટ્રીટલાઇટ ફિટિંગ્સને વીજસપ્લાય ઓવરહેડ એસીએસઆર લાઇન-કેબલ-કેટનરીથી આપવામાં આવેલ છે. શહેરના ગીચ વિસ્તારોમાં ઓવરહેડ એસીએસઆર લાઇન મકાનની નજીક હોવાના કારણે વીજ અકસ્માત થવાની શકયતાઓ રહેલી છે તેમજ વિવિધ તહેવારોની ઉજવણી દરમિયાન તથા અ્ન્ય પ્રસંગોપાત્ત વીજ ચોરી થવાથી મહાનગર સેવાસદનને આર્થિક નુકસાન થાય છે.

એમજીવીસીએલ દ્વારા જૂના સિટી વિસ્તારમાં તેમજ સ્લમ વિસ્તારમાં તેઓના તાબા હેઠળની ઓવરહેડ લાઇન ખસેડી એરિયલ બન્ચ કેબલ લગાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જે મુજબ, ગીચ વિસ્તારમાં વીજ અકસ્માત અને વીજચોરીની શકયતા ઘટાડી શકાય તેમ છે અને તેના માટે એરિયલ બન્ચ કેબલ કરવાની તાતી જરૂરિયાત છે.આ કામગીરી માટે સ્ટ્રીટલાઇટ વિભાગે રૂા.8.57 કરોડનો અંદાજ તૈયાર કરીને ટેન્ડર મંગાવ્યાં હતાં.

કામગીરી માટે લોઅેસ્ટ ટેન્ડર રૂા.6.25 કરોડનું રહેતાં તેને મંજૂરીની મહોર મારવા માટે સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.

વીજ અકસ્માતની શકયતા ઘટાડવા દરખાસ્ત

વીજ ચોરી અટકતા પાલિકાને આર્થિક નુકસાન નહીં થાય

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો