તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વડોદરા |સ્વચ્છ ભારત મિશન હેઠળ વડોદરા મહાનગર પાલિકા દ્વારા સૌ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા |સ્વચ્છ ભારત મિશન હેઠળ વડોદરા મહાનગર પાલિકા દ્વારા સૌ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા |સ્વચ્છ ભારત મિશન હેઠળ વડોદરા મહાનગર પાલિકા દ્વારા સૌ પ્રથમવાર શહેરમાં ગણેશોત્સવ દરમિયાન સ્વચ્છતાનો સંદેશો જનજન સુધી પહોંચાડવા એક નવતર પહેલના ભાગરૂપે સાર્વજનિક ગણેશ મંડળ સ્વચ્છતા સ્પર્ધાનું આયોજન કરાયું છે. ગણેશ મંડળ સ્વચ્છતા સ્પર્ધામાં શહેરના તમામ 12 વહીવટી વોર્ડમાંથી 1128 મંડળોએ ભાગ લીધો હોવાની માહિતી સાંપડી છે.મેયર ભરત ડાંગરે જણાવ્યું હતું કે, વડોદરાનો નવરાત્રિ મહોત્સવ અને ગણેશોત્સવ સમગ્ર દેશ દુનિયામાં શહેરની આગવી ઓળખ બન્યા છે. જેથી ગણેશ મહોત્સવને સ્વચ્છતાની થીમ સાથે જોડી સ્વચ્છતા અભિયાનને વધુ વેગવંતુ બનાવવા શહેરમાં સૌ પ્રથમવાર ગણેશ મંડળો વચ્ચે સ્વચ્છતા સ્પર્ધાનું આયોજન કરાયું છે. ગણેશોત્સવમાં હજારો શ્રદ્ધાળુઓ શ્રીજીનાં દર્શન માટે આવતાં હોય છે ત્યારે સ્વચ્છતાનો સંદેશો ઘરઘર સુધી પહોંચાડવા શહેરના સાર્વજનિક ગણેશ મંડળના આયોજકોને સ્પર્ધામાં જોડાઇ સહભાગી બનવા અપીલ કરાઇ હતી. જે અંતર્ગત સાર્વજનિક ગણેશ મંડળ સ્વચ્છતા સ્પર્ધામાં ભાગ લેવા માટે વડોદરા મહાનગર પાલિકાની વોર્ડ કચેરીઓમાં તા. 1 થી 4 સપ્ટેમ્બર સુધી રજિસ્ટ્રેશન કરાયું હતું.

VMCની ગણેશોત્સવ સ્વચ્છતા સ્પર્ધામાં 1128 મંડળો જોડાયાં

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો