તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

~ 8 કરોડના ખર્ચે ગટર બનાવાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાજુદા જુદા વિસ્તારમાં રૂા.8 કરોડના ખર્ચે વરસાદી ગટર બનાવવામાં આવશે અને તેના માટે ઝોન દીઠ મંજૂર થયેલ ટેન્ડરને બહાલી અાપવા માટે ચાર જુદી જુદી દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવી છે.

શહેરના ચાર ઝોન માટે વાર્ષિક ઇજારાથી વરસાદી ગટર બનાવવા માટે ડ્રેનેજ વરસાદી પ્રોજેક્ટ શાખા દ્વારા ટેન્ડર મંગાવવામાં આવ્યા હતા. વરસાદી પાણીનો નિકાલ યોગ્ય રીતે થઇ શકે તે માટે વર્ષ 2016-17 માટે રૂા.2 કરોડની ખર્ચ મર્યાદા નક્કી કરવામાં આવી છે અને તે મુજબ જુદાં જુદાં ટેન્ડર આવ્યાં હતાં. જેમાં, પૂર્વ ઝોન,પશ્ચિમ અને ઉત્તર ઝોન માટે યુનિટ રેટથી વાર્ષિક ઇજારા માટે રૂા.2-2 કરોડની મર્યાદામાં કામગીરી કરાવવાનું લોએસ્ટ ટેન્ડર તંત્રના એસઓઆર કરતાં 32.64 ટકા ઓછાનું રહ્યું છે. જ્યારે, દક્ષિણ ઝોનમાં લોએસ્ટ ટેન્ડર 42.76 ટકા ઓછા ભાવનું રહેવા પામ્યું છે. ચારેય ઝોન માટેની દરખાસ્ત સ્થાયીમાં રજૂ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો