તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • તાંદલજામાં દૂષિત પાણીથી લોકો રોગચાળાના ભરડામાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તાંદલજામાં દૂષિત પાણીથી લોકો રોગચાળાના ભરડામાં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તાંદલજાવિસ્તારમાં દૂષિત પાણીના કારણે નાગરિકો રોગચાળાના ભરડામાં ફસાયા હોવાનો આક્ષેપ કરી રહીશોએ વહીવટી વોર્ડ નં 6માં રજૂઆત કરી હતી અને ગુરુવારે પાણી પુરવઠાના કાર્યપાલક ઇજનેરને રજૂઆત કરવાનું એલાન આપ્યું છે.

શહેરના તાંદલજા વિસ્તારની ચાંદપાર્ક સોસાયટી,મહાબલિપૂરમ્,આશિયાનાનગર,રોયલવુડ,સંતોષનગર,સહકારનગર,નિલગીરી સહિતની સોસાયટીઓમાં ઘરે ઘરે દૂષિત પાણી આવી રહ્યું છે.અકોટા વિધાનસભાના કોંગ્રેસના ડેલિગેટર અસ્ફાક મલેકની આગેવાનીમાં બશીર પટેલ,આબિદ સૈયદ,સુહાના સૈયદ સહિતના સ્થાનિક નાગરિકો વહીવટી વોર્ડ નં 6ની કચેરીમાં ભેગા થયા હતા અને પશ્ચિમ ઝોનના કાર્યપાલક ઇજનેર પ્રકાશ બ્રહ્મભટ્ટને રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, દૂષિત પાણીના કારણે તાંદલજામાં રોગચાળાનો વાવર ફેલાયો છે અને દરેક સોસાયટીમાં બે થી ચાર કેસ ડેન્ગ્યૂના છે અને દિવસે દિવસે દર્દીઓની સંખ્યા વધી રહી છે.

દિવસે દિવસે દર્દીઓ વધતા હોવાનો આક્ષેપ

વોર્ડ નં. 6ની કચેરીમાં રહીશોની રજૂઆત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો