તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહેરમાં મિશ્ર ઋતુનો અહેસાસ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરાશહેરમાં બુધવારે ત્રણ તબક્કામાં અમી છાંટણાં, વાદળિયો માહોલ અને ઉઘાડ રહેતાં મિશ્ર ઋતુનો અહેસાસ થયો હતો. જોકે, ગરમીનો પારો વધીને 33.6 ડિગ્રી થતાં વરસાદના વિરામ વચ્ચે વર્તાયેલી ગરમીથી પરેશાન થયા હતા. હવામાન વિભાગે ગુરુવારે પણ શહેરમાં અંશત: વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરી છે. વરસાદના વિરામ વચ્ચે શહેરમાં ઉઘાડ રહેતાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. જોકે, મંગળવારે સાંજ પછી વાતાવરણમાં પલટો આવતાં શહેર આસપાસના વિસ્તારોમાં પવન સાથે હળવો વરસાદ વરસ્યો હતો. ત્યારબાદ બુધવારે સવારથી શહેરમાં વાદળિયા માહોલ વચ્ચે મેઘકૃપા સ્વરૂપે ઝરમર-ઝરમર વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક છવાઇ હતી. જોકે, ઝરમર વરસાદ થોડી મિનિટોમાં થંભી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો