તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ઢોર પાર્ટીને રાતે કામગીરી કરવા માટે પોલીસ બંદોબસ્ત ના મળ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઢોર પાર્ટીને રાતે કામગીરી કરવા માટે પોલીસ બંદોબસ્ત ના મળ્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરમાંરખડતાં ઢોરોને ઝબ્બે કરવા માટે રાત્રિ ઝુંબેશ શરૂ કરવાના એલાનના ગણતરીના કલાકોમાં પોલીસ બંદોબસ્ત મળ્યો હતો અને તેના કારણે રાત્રિના સમયે ઢોર પકડવાની કામગીરી ફારસરૂપ સાબિત થઇ હતી.

સેવાસદને માથાભારે ગોપાલકોની ગુપ્ત યાદી તૈયાર કરીને આવા ગોપાલકો સામે કાર્યવાહી કરવા માટે પોલીસતંત્રને પત્ર પાઠવ્યો હતો. ઢોરને રસ્તે રઝળતાં મૂકવા માટે ટેવાયેલા તેમજ ઢોરપાર્ટીની કામગીરીમાં વિક્ષેપ ઉભો કરનારા માથાભારે ગોપાલકોની યાદી સેવાસદને તૈયાર કરાવી હતી. મ્યુ.કમિશનર ડો.વિનોદ રાવે અંદાજિત 20 માથાભારે ગોપાલકોની યાદી પોલીસ કમિશનર ઇ.રાધાકૃષ્ણને ગુપ્ત પત્ર આધારે સુપરત કરી હતી અને કાયદાની જોગવાઇ મુજબ આવા માથાભારે ગોપાલકો સામે કાર્યવાહી કરવાની જાણ કરી હતી. પત્ર બાદ રાત્રિ ઝુંબેશ માટે ઢોરપાર્ટીની દસ ટીમ બનાવવામાં અાવી હતી અને તેના માટે તખ્તો પણ ગોઠવવામાં આવ્યો હતો. પરંતુ, પ્રથમ ગ્રાસે મક્ષિકાની માફક ગણેશોત્સવમાં પોલીસ બંદોબસ્ત તૈનાત હોવાથી રાત્રિ ઝુંબેશ માટે પોલીસ બંદોબસ્ત સેવાસદનને મળી શકયો હતો. જેના કારણે, રાતની કામગીરી હવે ગણેશવિસર્જન સુધી પડ઼તી મૂકવી પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. જોકે, બુધવારે દિવસ દરમ્યાન ઢોર પાર્ટીએ 20 ઢોર પકડીને ઢોર ડબ્બે પૂરાવ્યાં હતાં. સેવાસદનના એન્ક્રોચમેન્ટ રિમૂવલ અને સિક્યુરિટી વિભાગના ડાઇરેક્ટર મંગેશ જયસ્વાલે જણાવ્યું હતું કે, ગણેશોત્સવમાં પોલીસ બંદોબસ્ત હોવાથી રાત્રિ ઝુંબેશ માટે ઢોર પાર્ટીને પોલીસ બંદોબસ્ત મળી શક્યો હતો.રાત્રિ ઝુંબેશ હવે ગણેશ વિસર્જન બાદ શરૂ કરી શકાશે.

શહેરની રોઝરી સ્કૂલ પાસે બુધવારે રખડતી ગાયો જોવા મળી હતી.

10 ટીમ બનાવી તો શ્રીજી મહોત્સવનો બંદોબસ્ત નડ્યો

VMC કહે છે અમારે કામગીરી કરવી છે પણ સહકાર મળતો નથી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો