તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ખંડણી માગનાર કુખ્યાત મહેબૂબ ઝડપાઇ ગયો

ખંડણી માગનાર કુખ્યાત મહેબૂબ ઝડપાઇ ગયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફતેપુરાભાંડવાડામાં ગોડાઉન ધરાવતા વેપારીના સ્ટોરકીપર પાસે ખંડણીની માગણી કરનાર મંગલેશ્વર ઝાંપા વિસ્તારના નામચીન શખ્સ સામે સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતાં પોલીસે તેની ધરપકડ કરી છે.

માંજલપુરની ચંદ્રલોક સોસાયટી પાસે રહેતા અશ્વિન મણિલાલ શાહ રેસકોર્સ વિતારમાં સિરામિકની દુકાન ધરાવે છે. શહેરના ભાંડવાડા નારાયણ વિદ્યાલય પાસે તેમનું ગોડાઉન આવેલું છે. ગોડાઉનમાં સ્ટોરકીપર તરીકે 72 વર્ષીય કનુભાઇ નોકરી કરી છે. ગત શનિવારે સાંજે 5 ના સુમારે મંગલેશ્વર ઝાંપા મારવાડી મહોલ્લામાં રહેતો મહેબૂબ પઠાણ વેપારીના ગોડાઉન પર ગયો હતો. મહેબૂબે ગોડાઉનના સ્ટોર કીપર કનુભાઇ પાસે ખંડણી પેટે પૈસાની માગણી કરી હતી. વેપારીએ ઘટના અંગે સિટી પો.સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ખંડણીનો ગુનો નોંધી મહેબૂબની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...