તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • નેશનલ કિક બોકકિસંગમાં ગોલ્ડ મેડલની હેટ્રિક સર્જતો કલ્પેશ

નેશનલ કિક બોકકિસંગમાં ગોલ્ડ મેડલની હેટ્રિક સર્જતો કલ્પેશ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા. તાજેતરમાંદિલ્હી ખાતે તાલકતોરા સ્ટેડિયમ પર નેશનલ કિક બોક્સિંગ ફેડરેશન, ઇન્ડિયા દ્વારા કિક બોક્સિંગ ચેમ્પિયનશિપ તથા વાકો ફેડરેશન કપનું આયોજન કરાયું હતું. જેમાં દેશભરમાંથી મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો.જેમાં કિક બોક્સિંગ એસોસિયેશન, ગુજરાતના જનરલ સેક્રેટરી કલ્પેશ મકવાણાએ 18 થી 45 વર્ષની કેટેગરીમાં કિક બોક્સિંગ મ્યુિઝિકલ ફોર્મ કેટેગરીમાં સતત ત્રીજા વર્ષે ચેમ્પિયન બની ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.તેઓ 2014,15 અને હવે 16માં પણ ઉપરોક્ત કેટેગરીમાં ચેમ્પિયન બની ચેમ્પિયનશિપની હેટ્રિક કરી ગુજરાતીઓ કોલર ઊંચા કરી કહી શકે તેવો અનોખો વિક્રમ કર્યો છે. તાજેતરમાં તેમને વર્લ્ડ કરાટે ફેડરેશનનો સર્વોચ્ચ સાત ડિગ્રી બ્લેક બેલ્ટ પણ એનાયત કરાયો છે જે તેમની એક અલગથી ઉપલબ્ધી છે. તેઓ સમગ્ર ભારતના એકમાત્ર એવા કરાટે ઇન્સ્ટ્રક્ટર છે કે જેમની દેશના 16 રાજ્યમાં બ્રાન્ચ છે અને એક લાખથી વધુ વિદ્યાર્થીઓ તેમની પાસે તાલીમ લઇ રહ્યા છે. ઉપરોક્ત કિક બોક્સિંગ સ્પર્ધામાં કલ્પેશ મકવાણાની ટીમે ગુજરાત માટેે કુલ 7 ગોલ્ડ, 3 સિલ્વર અને 7 બ્રોન્ઝ જીત્યા હતા. તેમને કરાટેની નેશનલ બોડી ‘કાઇ’ના મંત્રી ભરત શર્મા અને બરોડા િડસ્ટ્રીકટ કરાટે એસોસિયેશન અને ગુજરાત કરાટે ડો ફેડરેશનના હોદ્દેદારો દ્વારા વિશેષ અભિનંદન આપવામા આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...