તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોબર અને તેના સાગરીતોનો આતંક

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બાજવામાં અસામાજિકોના ત્રાસ સામે લોકોનું આવેદન

48 કલાકમાં કાર્યવાહીની ચીમકી આપી

બાજવાગામમાં કરચિયાના ગોબર ભરવાડ અને તેના સાગરીતોએ બાજવાની બે વ્યક્તિને માર મારીને ભયનું વાતાવરણ ઊભું કર્યું હોવાનું જણાવી અસામાજિક તત્ત્વો સામે કડક કાર્યવાહીની માંગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે. જો 48 કલાકમાં મામલે પોલીસ કાર્યવાહી નહીં કરાય તો બાજવા બંધના એલાનની પણ ચીમકી આપવામાં આવી હતી.

બાજવાના ગ્રામજનોએ પોલીસ કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું કે ગત 5મીએ બાજવાના ભગાભાઇ પરમાર અને જયેશસિંહ પરમાર જલારામ મંદિર પાસે બેઠા હતા, ત્યારે કરચિયાનો ગોબર ભરવાડ અને તેના અન્ય 6 સાગરીતો ત્યાં ધસી આવ્યા હતા અને અપશબ્દોનો મારો ચલાવી જયેશસિંહ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો, જયેશસિંહને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા હતા. ગોબર ભરવાડ અને તેના સાગરીતોએ ભારે ત્રાસ ફેલાવેલો છે અને તેઓ ગુનાઇત ઇતિહાસ ધરાવે છે.આ તત્ત્વો ગેરકાયદેસરના વ્યવસાય પણ કરે છે.તેમણે બાજવાના નાગરિકો પર ખોટી ફરિયાદ કરી છે.ગામના નાગરિકોને યોગ્ય ન્યાય મળે તેવી માંગ કરીને ગ્રામજનો પોલીસ કમિશનર કચેરીએ દોઢ કલાક સુધી ધરણાંનો કાર્યક્રમ યોજી સૂત્રોચ્ચાર કર્યા હતા. જો 48 કલાકમાં મામલે પોલીસ કાર્યવાહી નહીં કરાય તો બાજવા બંધનું એલાન આપવાની પણ ચીમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો