તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • નવો કાર્યક્રમ બહાર પાડવાની તૈયારી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવો કાર્યક્રમ બહાર પાડવાની તૈયારી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચૂંટણીના લીધે VP-UGSએે યુનિ.માં પરીક્ષા પાછી ઠેલાવી

ઋણ ચૂકવવા ગર્લ્સ હોસ્ટેલમાં DJ પાર્ટી યોજાઈ

એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

એમ.એસ.યુનિવર્સિટીમાંવિદ્યાર્થી સંઘની ચૂંટણીના લીધે વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારીઓ કરી શક્યા હોવાથી ફેકલ્ટીઓમાં શરૂ થનારી પ્રથમ ઇન્ટનર્લની પરીક્ષાઓ પાછી ઠેલવવા માટે નવા વીપી-યુજીએસ નેતાઓએ વીસીને પત્ર લખીને પરીક્ષાની તારીખો પરત ઠેલવા માટે માંગ કરી હતી. જેની સામે મોટાભાગની ફેકલ્ટીઓ તેમની પરીક્ષાની તારીખો પાછી ઠેલવીને નવો કાર્યક્રમ બહાર પાડવાની તૈયારીઓ શરૂ કરી છે.

યુનિ.માં બે વર્ષ બાદ યોજાયેલી ચૂંટણીમાં એબીવીપીનો કારમી હાર થઇ હતી. જ્યારે એનએસયુઆઇ વીપી-યુજીએસની બંને બેઠકો ભારે મતોથી જીતી ગઇ હતી. ચૂંટણી જીત્યા બાદ વીપી-યુજીએસે ચૂંટણી પ્રચારની કામગીરીમાં વ્યસ્તતાને લીધે વાંચવા માટે તેમજ પરીક્ષાની તૈયારીઓનો સમય મળ્યો હોવાથી પરીક્ષાઓ પાછી ઠેલવાનો સૈદ્ધાંતિક નિર્ણય લઇને યુનિ.ના વીસી પ્રો. પરિમલ વ્યાસને લેખિત રજૂઆત કરી હતી. યુનિવર્સિટીના વીસી ઉપરાંત વીપી-યુજીએસે ફેકલ્ટીના ડીને પણ પત્ર લખીને માંગ કરી હતી. જેની સામે મોટાભાગની ફેકલ્ટીઓએ પોતાની પરીક્ષા એક અઠવાડીયાથી 10 દિવસ પાછી ઠેલવી લઇને હવે નવો પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવાની તૈયારીઓ કરી છે. વિદ્યાર્થી સંઘની ચૂંટણી જીત્યા બાદ એનએસયુઆઇની નેતા અને યુનિ.ની નવી વીપી પ્રિયંકા પટેલે પોતાને વિદ્યાર્થિની તરફથી મળેલા ખોબે-ખોબે મતોનું ઋણ ચૂકવવા માટે યુનિ.ની ગર્લ્સ હોસ્ટેલમાં આજે ડીજે પાર્ટીનું વિશેષ આયોજન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો