તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • મુસાફરો ભરવા રિક્ષા ચાલકોમાં મારમારી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુસાફરો ભરવા રિક્ષા ચાલકોમાં મારમારી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આઇનોક્સપાસે મંગળવારે બપોરે મુસાફરો ભરવાના મુદ્દે રિક્ષા ચાલકો વચ્ચે મારામારી થઇ હતી. પાઇપ- સળિયા લઇ હુમલો કરતા નાસભાગ મચી ગઇ હતી. બંને પક્ષે 3 રિક્ષા ચાલકો સામે ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી ધરપકડની તજવીજ હાથ ધરી હતી.

ગોત્રી રોડની અયોધ્યાનગરમાં રહેતા રાજેન્દ્ર શર્મા મંગળવારે બપોરે 4:30 વાગે આઇનોક્સ સિનેમા પાસરિક્ષામાં પેસેન્જર બેસાડતા હતા ત્યારે વાસણા રોડ રહેતો સુરેશ બટુક કાળીદાસ માળી તેની પાસે ધસી ગયો હતો. તું અહિથી કેમ પેસેન્જર ભરે છે કહી તેની સાથે ઝઘડો કરી લાફો મારી રિક્ષામાંથી લોખંડની પાઇપ લાવી માર માર્યો હતો. હરિનગર પાણીની ટાંકી પાસે રહેતો તેનો સાગરીત મહેન્દ્ર શંકર માળી પણ દોડી જઇ પથ્થર મારી ઇજા પહોંચાડી હતી.

સામા પક્ષે સુરેશ માળીએ ફરિયાદ કરી હતી કે, તેઓ આઇનોક્સ પાસે રિક્ષામાં પેસેન્જર બેસાડતા હતા ત્યારે રાજેન્દ્ર રમેશ શર્માએ તેની રિક્ષા આગળ લાવી દઇ પેસેન્જરને બસાડતો હતો. તેને પેસેન્જર ભરો છો તેમ કહેતાં તેણે ઝઘડો કરી ઓટો રિક્ષામાંથી પાઇપ લાવી માર માર્યો હતો. મારામારી અંગે બંને પક્ષે ગોરવા પોલીસે 3 શખ્સો સામે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો