તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • કોલ્ડ ગ્લાસ ટેક્નિક દ્વારા ગ્લાસમાંથી સ્કલ્પ્ચર તૈયાર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોલ્ડ ગ્લાસ ટેક્નિક દ્વારા ગ્લાસમાંથી સ્કલ્પ્ચર તૈયાર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ફેકલ્ટીઓફ ફાઈન આર્ટ્સના સ્કલ્પ્ચર ડિપાર્ટમેન્ટમાં ગ્લાસ મેકિંગ વર્કશોપ અંતર્ગત 2 mm થી 12 mm સુધીના ગ્લાસનો ઉપયોગ કરીને વિવિધ સ્કલ્પ્ચર તૈયાર કરતા શીખવાડવામાં આવે છે.

વર્કશોપ 16 સપ્ટેમ્બર સુધી ચાલશે. વર્કશોપનો મુખ્ય હેતુ છે કે સ્ટુડન્ટ્સને ગ્લાસ અંગેની અવેરનેસ આવે તેમને ખબર પડે કે ગ્લાસનો ઉપયોગ વિવિધ સ્કલ્પ્ચર તેમજ ગ્લાસ પર વિવિધ પ્રોસેસ કરીને ઘણી વસ્તુઓ તેમાંથી બનાવી શકાય છે. વર્કશોપમાં કોલ્ડ ગ્લાસ ટેક્નિક દ્વારા ગ્લાસમાંથી સ્કલ્પ્ચર તૈયાર કરતા શીખવાડવામાં આવે છે. વર્કશોપમાં સ્કલ્પ્ચર ડિપાર્ટમેન્ટના 80 થી 90 જેલતા સ્ટુડન્ટ્સ હાજર રહીને તેમના વિવિધ આઈડિયા સાથે ગ્લાસ મેકિંગ માટે તૈયાર રહ્યા હતા.કોલ્ડ ગ્લાસ ટેક્નિક દ્વારા વિવિધ સાઈઝના ગ્લાસને એકની ઉપર એક યુનિક શેપમાં ગોઠવીને ગ્લાસને સ્ટિક કરી ઘસીને પોલિશિંગ કરીને સ્કલ્પ્ચર બનાવી શકાય છે. ત્યારબાદ તેની ઉપર વિવિધ પ્રોસેસ કરી પોલિશિંગ કરીને વિવિધ લૂક આપી શકાય છે. ગ્લાસ પર કેવા પ્રોસેસ કરી શકાય?સ્કલ્પ્ચર સિવાય બારી બારણાના ગ્લાસ ઉપર ત્રણ પ્રકારના પ્રોસેસ કરી શકાય છે જેવા કે બ્લાસ્ટિંગ, એસિડ એચિંગ અને ટેક્સ્ચર. આમ કરવાથી અલગ અલગ સ્ટાઇલના ગ્લાસીસ બની શકે. સમયના ટ્રેન્ડને અનુસરીને ગ્લાસનાં ટેક્સ્ચર અને ડિઝાઇન્ગ પણ કરી શકાય છે.

સ્કલ્પ્ચર વિભાગનાં છોત્રોનો આઈડિયા

મ.સ.યુનિવર્સિટની ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટ્સના સ્કલ્પ્ચર ડિપાર્ટમેન્ટમાં ગ્લાસ મેકિંગ વર્કશોપમાં ગ્લાસનો ઉપયોગ કરીને સ્કલ્પ્ચર તૈયાર કર્યા છે.

સ્કલ્પ્ચર બનાવતા આવડે તેવો મારો હેતુ

સ્ટુડન્ટ્સનેએક નવી આર્ટિસ્ટિક આર્ટ ગ્લાસમાંથી સ્કલ્પ્ચર બનાવતા આવડે હેતુથી હું તેમને વર્કશોપ દ્વારા વિવિધ વસ્તુનું પ્રેક્ટિકલ અને થિયોરિટિકલ નોલેજ આપીને ગ્લાસ વિશેની અવેરનેસ સ્પ્રેડ કરવાનો મારો મુખ્ય હેતુ છે.- નિકુંજકલગીલા, આર્ટિસ્ટ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો