તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • VCCIનો ગ્લોબલ ટ્રેડ શો આગામી તા.1 થી 5મી ડિસેમ્બરસુધી યોજાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

VCCIનો ગ્લોબલ ટ્રેડ શો આગામી તા.1 થી 5મી ડિસેમ્બરસુધી યોજાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરાચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (વીસીસીઆઇ)નો અત્યાર સુધીનો સૌથી મોટો ગ્લોબલ ટ્રેડ શો 1 થી 5મી ડિસેમ્બરના રોજ નવલખી ગ્રાઉન્ડમાં યોજાશે. 9 લાખ સ્કે.ફૂટમાં તૈયાર થનારા ગ્લોબલ ટ્રેડ શોમાં માધ્યમ અને લઘુ ઉદ્યોગો માટે નિકાસની તકો ઉપર આધારિત હશે. જેમાં 700થી વધુ સ્ટોલ્સ અને સ્ટાર્ટઅપના સ્ટોલ હશે અને તેમાં ભારત ઉપરાંત વિદેશી કંપનીઓ પણ ભાગ લેશે એમ વીસીસીઆઇના ગ્લોબલ ટ્રેડ શોના ચેરમેન નિલેશ શુકલાએ અત્રે જણાવ્યું હતું.

1લી ડિસેમ્બરથી 5મી ડિસેમ્બરના રોજ યોજાનાર ગ્લોબલ ટ્રેડ શોમાં ગુજરાત નહીં પણ દેશભરમાંથી 5 લાખ લોકો પ્રદર્શનમાં ભાગ લે તેવી શક્યતાઓ છે તેમ જણાવતાં વીસીસીઆઇના ગ્લોબલ ટ્રેડ શોના ચેરમેન નિલેશ શુકલાએ વધુમાં ઉમેર્યું હતું કે, 9 લાખ સ્કે. ફૂટમાં તૈયાર થનારા ગ્લોબલ ટ્રેડ શોમાં કેનેડા, ડેન્માર્ક, ઇટાલી, યુએઇ અને કોરિયામાંથી પણ અનેક ધંધાર્થીઓ ટ્રેડ શોમાં ભાગ લેશે. પ્રદર્શનમાં જાહેર ક્ષેત્રના ઉદ્યોગો પણ જોડાશે.

ખાસ કરીને એસ.એમ.ઇ ફાઉન્ડેશનના પૂર્વ ચેરમેન અને એડ ગુરુ પ્રહલાદ ખખ્ખર પણ ભાગ લેશે.

ગુજરાત રાજયના નવા મુખ્યમંત્રી વિજય રુપાણી તથા તેમની નવી ટીમને પણ આમંત્રણ આપ્યું છે તેમ જણાવીને તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, પાંચ દિવસના ગ્લોબલ ટ્રેડ શોમાં રોજ એક મંત્રી ભાગ લેશે. વીસીસીઆઇ દ્વારા 2 થી 2.5 કરોડના ખર્ચે ગ્લોબલ ટ્રેડ શો તૈયાર કરીને વેપાર અને વિનિમય સાથે સંકળાયેલા તમામને એક તક આપે છે. ચાલુ વર્ષે ડિફેન્સ ક્ષેત્ર અંગે વિવિધ પાર્ટ્સ માટે વેપારીઓને પણ ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે.

ટ્રેડ શોમાં 700થી વધુ સ્ટોલ્સ અને સ્ટાર્ટઅપના સ્ટોલ મુકાશે

કેનેડા-કોરિયામાંથી પણ અનેક ધંધાર્થીઓ ટ્રેડ શોમાં ભાગ લેશે

વી.સી.સી.આઇ.ના એક્ઝિબિશનના સંદર્ભમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. ડિસેમ્બરમાં નવલખી ગ્રાઉન્ડ ખાતે એક્ઝિબિશન યોજાશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો