તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • બોગસ IELTS સર્ટિફિકેટ કૌભાંડમાં 3 શખ્સોને સજા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોગસ IELTS સર્ટિફિકેટ કૌભાંડમાં 3 શખ્સોને સજા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બનાવટીઆઈએલટીએસ સર્ટીના આધારે વિદેશ મોકલવાના કૌભાંડમાં સંડોવાયેલા ખાનદાની નબીરા આરોપી પૈકી ત્રણ આરોપીઓ વિરૂદ્ધ ગુનો પુરવાર થયો હતો. જેથી ત્રણેય આરોપીઓને નડિયાદની ચીફ જ્યુડીશીયલ કોર્ટે ત્રણ-ત્રણ વર્ષની કેદની સજા અને પ્રત્યેકને રૂ. 10-10 હજારનો દંડ, દંડ ભરે તો સજાનો હુકમ કર્યો હતો.

નડિયાદ અને વડોદરાના કેટલાક ઈસમોએ આઈ.એલ.ટી.એસનું ખોટુ સર્ટીફીકેટ આપી તથા ગુણાંકમાં સુધારો કરી વિદેશવાંચ્છુઓને લૂંટનારી સફેદ ઠગોની ટોળકીને તા. 25મી જાન્યુઆરી 2010ના રોજ ખેડા િજલ્લા પોલીસે ઝડપી પાડી હતી. સંદર્ભે અમદાવાદના અસારવાના સુનિલ નારાયણભાઈ પટેલે નડિયાદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. નડિયાદ શહેર પોલીસ મથકે પ્રથમ તબક્કે 9 આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધાયો હતો. ગુનાની તપાસ દરમિયાન અન્ય 8 આરોપીઓ સામે પણ ગુનો નોંધાયો હતો. પરંતુ આરોપીઓ પૈકી એક આરોપી આજદિન સુધી પકડાયો નથી. જેથી આંતરરાષ્ટ્રિય બનાવટી સર્ટીફીકેટના ગુના અંગે પોલીસે પકડાયેલા 16 આરોપીઓ સામે ચાર્જશીટ નડિયાદની કોર્ટમાં મુકી હતી. કેસની સુનાવણી બુધવારે નડિયાદની ચીફ જ્યુડીશિયલ કોર્ટમાં હાથ ધરાતાં સરકારી વકીલ ગીરીશભાઈ પટેલ તથા આરોપી પક્ષના વકીલોની દલીલો સાંભળ્યા બાદ ન્યાયાધીશ જી.આર.સોનીએ આરોપી પૈકી ત્રણ આરોપીઓને કસૂરવાર ઠરાવ્યા હતા. જેમાં માર્ક અેન્થોની રોન્ક્રીડસ (રહે.આણંદ), સત્યેશ પ્રવિણચંદ્ર પટેલ (રહે.અમદાવાદ) તથા વત્સલ ભૂપેન્દ્રભાઈ િત્રવેદીનો સમાવેશ થાય છે. ત્રણેય આરોપીઓને ન્યાયાધિશે ત્રણ-ત્રણ વર્ષની કેદની સજા અને રૂ.10-10 હજારનો દંડ ભરવાનો હુકમ કર્યો હતો. બાકીના અન્ય આરોપીઓને શંકાનો લાભ આપીને નિર્દોષ છોડી મુકાયા હતા.

નડિયાદ- વડોદરાના શખ્સોએ કૌભાંડ કર્યું હતું

નડિયાદની કોર્ટની આરોપીઓને 3 વર્ષની સજા

દેશની પ્રતિષ્ઠાને નુકસાનભર્યું કૃત્ય

^આરોપીઓ દેશની પ્રતિષ્ઠાને નુકશાન થાય તેવું ગુનાહીત કૃત્ય કરેલ છે. આરોપી વત્સલ આઈ.ટી ક્ષેત્રે શિક્ષિત વ્યકિત તેણે શિક્ષણ અને જ્ઞાનનો સદ્દઉપયોગ કરવાના બદલે ગુનાહિત પ્રવૃિતમાં ઉપયોગ કર્યો છે. કેસમાં બ્રિટીશ એમ્બસીના પ્રતિનિધિની જુબાનીમાં આઈ.એલ.ટી.એસનું સર્ટીફીકેટ બોગસ હોવાનું જણાઈ આવ્યુ હતું. એફ.એસ.એલના િરપોર્ટના આધારે ત્રણેય આરોપીઓ વિરૂદ્ધ પુરાવા અને જુબાનીથી ગુનો પુરવાર થયો હતો. કેસમાં 75સાક્ષીઓ તપાસાયાહતા. આવા કેસમાં આરોપીઓને કડકમાં કડક સજા કરવી જોઈઅે તેવી રજૂઆતો કરાઈ હતી.કોર્ટે ત્રણ આરોપીઓને સજા કરી હતી. > ગીરીશપટેલ, સરકારીવકીલ,

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો