તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ઓમાનમાં ફસાયેલા વડોદરાના યુવાનને મુક્ત કરાવવા માગણી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓમાનમાં ફસાયેલા વડોદરાના યુવાનને મુક્ત કરાવવા માગણી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડાપ્રધાન મોદીની પણ મદદ માંગી

શહેરનાસમતા વિસ્તારમાં આવેલી સૌરભપાર્ક સોસાયટીમાં રહેતો યુવાન જિગર ભાવસાર છેલ્લા એક મહિનાથી ઓમાનના કેપિટલ મસ્કતમાં ફસાયેલો છે. જેના પગલે તેનાં પરિવારજનો ચિંતીત બની ગયાં છે. પિતા દ્વારા તેમના ફસાયેલા પુત્રને ભારત પરત લાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી રજૂઆત કરવામાં આવી છે.

બનાવની વિગત મુજબ વડોદરા શહેરના સમતા વિસ્તારમાં આવેલી સૌરભપાર્ક સોસાયટીમાં રહેતા અને આઇપીસીએલમાં ક્વોલિટી કંટ્રોલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ભરતભાઇ ભાવસારનો પુત્ર જિગર ભાવસાર ઓમાનની કંપની એનઆઇએમઆર ઇન્ટરનેશનલ એલએલસીમાં ગત વર્ષે જોડાયો હતો. જિગર 5 નવેમ્બર 2015ના રોજ મસ્કત પહોંચ્યો હતો. જ્યાં જિગરે 7 નવેમ્બરે કંપનીમાં બિઝનેસ ડેવલપમેન્ટ એક્ઝિક્યુટિવ તરીકે નોકરી શરૂ કરી હતી. દરમિયાન તેને કંપનીમાં લાઇસન્સ વગર કાર ચલાવવા માટે ફોર્સ કરવામાં આવતો હતો. જો કે જિગર ગેરકાયદે વાહન ચલાવવા માંગતો હોવાથી કંપની અને જિગર વચ્ચે ડિસ્પ્યુટ ઊભા થયા હતા. આના કારણે જિગરે 10 જુલાઇએ કંપનીમાંથી રાજીનામું આપી દીધું હતું. પરંતુ કંપની દ્વારા તેનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું નથી. એક મહિનાનો નોટિસ સમય પૂર્ણ થયા બાદ જિગરે પોતાનો પાસપોર્ટ પાછો માંગ્યો હતો. પરંતુ કંપની દ્વારા પાસપોર્ટ પાછો આપવામાં આવ્યો હતો. ઉપરાંત તેનો એક મહિનાનો પગાર પણ આપવામાં આવ્યો હતો. એટલું નહીં, તેને એક્ઝિક્યુટિવ્સને બદલે મજૂરો સાથે રહેવા માટે મોકલી આપ્યો હતો.

અહીં ભારે માનસિક ત્રાસ અપાય છે : િજગર

મારો પુત્ર એક મહિનાથી ઓમાનમાં અટવાયેલો છે

^મારો પુત્ર છેલ્લા એક મહિનાથી ઓમાન ખાતે ફસાયેલો છે. અમે લોકોએ બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી લેટર લખ્યા છે. પરંતુ હજુ સુધી અંગે કોઇ કાર્યવાહી થઇ નથી. અમે ફક્ત અમારા પુત્રને પાછો આવે તેમ ઇચ્છીએ છીએ. મારેા પુત્ર જીગર બીઈ એમબીએ થયેલો છે,પણ રાજીનામું આપતાં તેને એક્ઝિક્યુટિવ્સને બદલે મજૂરો સાથે રાખવામાં આવે છે. > ભરતભાવસાર, જિગરનાપિતા

જિગરના પિતા ભરતભાઇ ભાવસારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સુષ્મા સ્વરાજ, જનરલ વી.કે.સિંગ અને મુખ્યપ્રધાન વિજય રૂપાણીને મેઇલ કરીને મામલે રજૂઆત કરી છે. પરંતુ હજુ સુધી કોઇ પરિણામ આવ્યું નથી.

ઓમાનના મસ્કતમાં ફસાયેલા જિગરે પોતાનો વીડિયો બનાવીને પરિવારને મોકલ્યો છે. જેમાં જિગરે પોતાની આપવીતી જણાવી છે. તેણે જણાવ્યું હતું કે, છેલ્લા 40 દિવસથી મને અહીં બેસાડી રખાયો છે. મને બહુ મેન્ટલી હેરેસમેન્ટ કરવામાં આવી રહ્યું છે. પ્લીઝ મારા માટે કંઇક કરો.

જિગર ઓમાનમાં ફસાતાં તેનાં માતા-પિતા સહિત પરિવારજનો ચિંતિત બન્યાં છે.

યુવાને આપવીતીનો વીડિયો મોકલ્યો: PMની મદદ માગી

લાઇસન્સ વિના વાહન ચલાવવા ના પાડતાં ડિસ્પ્યુટ થયા

જિગરને પાછો લાવવા સરકાર સક્રિય છે

^જિગરેને પરત લાવવા માટે સરકાર સક્રિય છે.મંે વિદેશ મંત્રાલય સાથે ચાર-પાંચ વાર વાત કરી છે, પણ કોઇ પણ પ્રક્રિયા તેનો સમય તો લે ને. મેં જિગરના પિતાને પણ કહ્યું છે કે જિગરને હેમખેમ લાવવા સરકાર શકય તમામ પ્રયાસ કરી રહી છે. > રંજનબેનભટ્ટ, સાંસદ,વડોદરા

મારા પુત્રને નર્કમાંથી બચાવો

^મારાપુત્ર પાસે હવે જમવા માટે નાણાં ખૂટી પડ્યાં છે. ત્યાંની કંપની ખાવાનું પણ આપતી નથી. મારા પુત્રની મુશ્કેલીના કારણે હું ખાઇ શકતી નથી. ત્યાંની ઇન્ડિયન એમ્બેસી પણ કંઇ કાર્યવાહી કરવા તૈયાર નથી. > જ્યોતિકાભાવસાર, જિગરનીમાતા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો