તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • લેણદારોના ત્રાસથી માંજલપુરના યુવાને આપઘાતનો પ્રયાસ કર્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લેણદારોના ત્રાસથી માંજલપુરના યુવાને આપઘાતનો પ્રયાસ કર્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરનામાંજલપુર વિસ્તારમાં એક યુવાન વેપારીએ લેણદારોની પઠાણી ઉઘરાણીથી તંગ આવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો અને હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

પ્શહેરના વડસર બ્રિજ પાસે બિલબોંગ સ્કૂલની પાછળ 103, સમૃદ્ધિ વલ્લભદર્શન કોમ્પ્લેક્ષમાં રહેતા અને એલ્યુમિનિયમ સેક્સનનો વ્યવસાય કરતા આશિષ સુરેશભાઇ ક્ષત્રી (ઉં.વ.38)એ મંગળવારે બપોરે 3:45 વાગ્યાના સુમારે તેઓના કોમ્પ્લેક્ષ નજીક ચાની લારી ઉપર ચાના એક કપમાં રેટ કિલરની એક ક્યુબ નાંખી ગટગટાવી લઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

દવા પીધા બાદ એકાએક ઢળી પડતાં સ્થાનિક લોકોએ તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં હાલ તેમની હાલત સ્થિર છે. ક્ષત્રીએ ઝેરી દવા ગટગટાવી લેતાં પૂર્વે પત્નીને સંબોધન કરતી ત્રણ પેજની સુસાઇડ નોટ લખી હતી.

પત્નીને સંબોધીને લખેલી ત્રણ પાનાની સુસાઇડ નોટ મળી

વીસ લાખનું દેવું થઇ જતાં યુવાન વેપારીએ લીધેલું પગલું

બની શકે તો મારા લેણદારોને સજા કરાવજો

હું મારા દેવાથી કંટાળીને કદમ ઉઠાવું છું. કેમ કે મારા લેણદારો મને ખૂબ પરેશાન કરે છે. જેમની વિગત નીચે પ્રમાણે છે.

1- કેતન જયસ્વાલ જેમણે તા. 5/9/16ના રોજ તરસાલી રવિપાર્ક પાસેથી મને મારીને મારાં પત્નીની એક્ટિવા 1703 લઇ લીધી છે. મારે તેમને 1,00,000 રૂપિયા આપવાના છે. જે મારાથી આપી શકાય તેવી હાલત નહોતી. મને જાનથી મારી નાખવાની ધમકી આપે છે.

2-દેવાભાઇ. યોગી ફેબ્રિકેશન. તેમની પાસેથી મેં કાચનું કામ કરવા માટે 17,000 રૂપિયા એડવાન્સ લીધા હતા. પણ મને જાનથી મારી નાખવાની અને ઘરમાંથી સામાન લઇ જવાની ધમકી આપ્યા કરે છે.

3-જયેશ રાઠોડ. જેમની પાસેથી મેં 2,50,000 રૂપિયા લીધેલા છે. તેમણે મને માર મારીને લખાણ કરાવી લીધેલે છે. મને જાનથી મારી નાખવાની ધમકી આપે છે. 4-કેયૂરભાઇ. જેમની પાસેથી મેં 60,000 રૂપિયા લીધેલા હતા. તેમનું વ્યાજ તે 10 ટકા લેતા હતા. તેમણે મને જાનથી મારી નાખવાની ધમકી આપી છે અશોક ગિરી. જેમની પાસેથી મેં 70,000 રૂપિયા લીધેલ છે. જે પણ મને મારી નાખવાની ધમકી આપે છે. મને માફ કરજે અને ઘરમાં મારો ફોટો લગાવતાં નહીં. મોની હવે પરિસ્થિતિમાં હું વધારે સહન નહીં કરી શકું પણ તું ખૂબ પ્રેમાળ છે. લખાણ મેં મારા હોશ હવાશમાં લખ્યું છે. તે પછી હું કદમ ઉઠાવું છું. બને તો બધા લેણદારોને સજા કરાવજો, મને તકલીફ આપવા બદલ. મને માફ કરજો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો