તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • 2200 શ્રીજી મંડળો પાસે વીમો ફાયર સેફ્ટી નથી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

2200 શ્રીજી મંડળો પાસે વીમો - ફાયર સેફ્ટી નથી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માત્ર એક મંડળ માંજલપુર કા રાજામાં ફાયર સેફ્ટીનાં સાધનો ઉપલબ્ધ છે

શહેરમાંયોજાઇ હેલા ગણેશોત્સવમાં વિવિધ વિસ્તારોમાં 2200થી વધુ સ્થળોએ ગણેશોત્સવનું આયોજન કરાયેલું છે. શ્રીજીના દર્શન માટે રોજ હજારો ભક્તો ગણેશ પંડાલોમાં ઉમટે છે. જોકે લોકોની સુરક્ષાની દૃષ્ટિએ ગણેશ પંડાલોમાં વીમા કવચ અગત્યનું છે પણ વીમો લેવામાં આવ્યો હોવાનું જોવા મળતું નથી. ઉપરાંત આગ સહિતની ઘટનાઓ સામે પણ ફાયર સેફ્ટીનાં પણ યોગ્ય પગલાં લેવામાં નિરસતા જોવા મળી રહી છે.

શહેરમાં વિવિધ ફ્લોટ અને થીમ સાથે ભારે ઉત્સાહપૂર્વક ગણેશ મહોત્સવ ઉજવાઇ રહ્યો છે. રોજ હજારો લોકો રાત્રે શ્રીજીના દર્શન માટે વિવિધ ગણેશ પંડાલોમાં ઉમટી પડે છે.ગણેશોત્સવના આયોજન પૂર્વે આયોજકો દ્વારા પૂરતાં તમામ પગલાં લેવામાં આવે છે, પરંતુ શહેરમાં હજુ પણ ગણેશ પંડાલોમાં વીમા કવચ પ્રત્યે ખાસ રસ જોવા મળતો નથી. સુરક્ષાની દૃષ્ટિએ વીમા કવચ હોવું જરૂરી છે પણ શહેરનાં 2200થી વધુ મોટા ગણેશ આયોજનોમાં વીમો ઉતરાવાયો હોય તેવું ખાસ જણાતું નથી. દાંડિયા બજારના પ્રખ્યાત આશીર્વાદ ગણેશ મંદિર ખાતે ~75લાખનો વીમો ઉતરાવામાં આવ્યો છે પણ અન્ય કોઇ મોટા અને મધ્યમ ગણેશ પંડાલોમાં વીમા પ્રત્યે નિરસતા જોવા મળી છે. બીજી તરફ લોકોની સુરક્ષાની દૃષ્ટિએ ગણેશ પંડાલોમાં ફાયર સેફ્ટીનાં સાધનો રખાય તે ઇચ્છનીય છે પણ મુદ્દા પ્રત્યે નિરસતા જોવા મળી છે. આગની ઘટના સમયે આગોતરા આયોજનના ભાગરૂપે ફાયર સેફ્ટીનાં સાધનો હોવાં જરૂરી છે.

મહારાષ્ટ્ર અને મુંબઇના ઘણાં પંડાલોનો વીમો ઉતરાવાય છે, શહેરના ગણેશોત્સવના આયોજનમાં મુદ્દા પર ગંભીરતાથી વિચારાતું નથી. નવરાત્રીના આયોજનમાં કેટલાક આયોજકો વીમો ઉતરાવે છે પણ ગણેશોત્સવમાં હજું વીમો લેવામાં આવતો નથી.શહેરનો ગણેશોત્સવ ભારે લોકપ્રિય છે અને હજારો ભકતો જયારે દર્શનાર્થે આવતા હોય ત્યારે વીમા કવચ હોવું જરુરી છે.

વડોદરા. જોકેશહેરના કેટલાક ગણેશ પંડાલોમાં ફાયર સેફ્ટીનું ધ્યાન રાખવામાં આવ્યું છે. માંજલપુર વિસ્તારમાં જનકપુરી સોસાયટીના લાલ બાગ કા રાજા ગણેશોત્સવમાં ફાયર સેફ્ટીનો ખ્યાલ રખાયો છે.લાલબાગ કા રાજા ગણેશોત્સવના આયોજક પાર્થ પટેલે જણાવ્યું હતું કે અમે ફાયર સેફ્ટીનું ધ્યાન રાખ્યું છે અને ફાયર સેફ્ટીનાં બે સિલિન્ડર ગણેશ પંડાલમાં મૂક્યાં છે. માટે ખાસ વ્યક્તિને જવાબદારી પણ સોંપવામાં આવી છે અને આકસ્મિક ઘટનાને પહોંચી વળવા આયોજન પણ કરાયું હોવાનું તેમણે જણાવ્યું હતું. જોકે, વીમા કવચ લેવાયું હોવાનું તેમણે જણાવ્યું હતું.

ફાયર સેફ્ટીના મુદ્દે ગંભીર બનવું જોઇએ

^આમતો પોલીસ દ્વારા જ્યારે ગણેશોત્સવના આયોજન માટે મંજૂરી અપાય છે, ત્યારે ફાયર સેફ્ટી કરવામાં આવશે તે શરતે મંજૂરી આપવામાં આવે છે.ગણેશ પંડાલોની મુલાકાતે આવતાં લોકોની સુરક્ષા માટે ફાયર સેફ્ટીનાં સાધનો રખાય તે જરૂરી છે અને મુદ્દે ગંભીર બનવું જોઇએ > ડી.જે.પટેલ,જોઇન્ટપોલીસકમિશનર

ફાયર સેફ્ટીનાં સાધનો અત્યંત જરૂરી

^ગણેશપંડાલોમાં ફાયર સેફ્ટીનાં સાધનો હોવાં જરૂરી છે. ફાયર બ્રિગેડ દ્વારા મંજૂરી અપાતી નથી પણ પોલીસ જ્યારે મંજુરી આપે છે તેમાં મુદ્દાનો પણ ખ્યાલ રખાય છે. અમારી અપીલ છે કે જ્યાં વધુ લોકો એકત્ર થાય છે તેવાં સ્થળો પર ફાયર સેફ્ટીનાં સાધનો રખાય.> દીપકગુંજાલ, ઇન્ચાર્જચીફ ફાયર ઓફિસર

પોલીસ જ્યારે મંજૂરી આપે ત્યારે તમામ મુદાને ધ્યાનમાં લે છે તો અંગે તપાસ કોણ કરશે?

હજારો ભકતો ઉમટતાં હોવા છતાં ગણેશ પંડાલોમાં સુરક્ષાના નામે કોઇ પગલાં લેવાતાં નથી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો