તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સદાકાળ ગુજરાત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગણેશજીનોમહિમા ગણેશોત્સવમાં ભારત પૂરતો સિમિત રહ્યો નથી તેનો પૂરાવો હજારો કિ.મી. દૂર ઇસ્ટ આફ્રિકાના યુગાન્ડા નજીક આવેલા બાલે સિટીના ગુજરાતી પરિવારોએ આપ્યો છે. બાલે સિટીમાં વસતા ગુજરાતી પરિવારો છેલ્લા 12 વર્ષથી માટીમાંથી બનાવાયેલી શ્રીજીની મૂર્તિ સ્થાપી ગણેશોત્સવ ઉજવી ‘જ્યાં વસે ગુજરાતી, ત્યાં સદાકાળ ગુજરાત’ ઉક્તિને સાર્થક કરી છે.

ઇસ્ટ આફ્રિકાના યુગાન્ડા નજીક આવેલા બાલે સિટીમાં 300 થી વધુ ગુજરાતી પરિવારો અને 400 જેટલાં દક્ષિણ ભારતીય પરિવારો બિઝનેશ માટે વર્ષોથી વસવાટ કરે છે. જે પૈકી વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ ઘનશ્યામ પટેલના પુત્ર અક્ષય પટેલ બાલે સિટીમાં હાર્ડવેર હોલસેલર તરીકે બિઝનેશ કરે છે. બાલે સિટીમાં સનાતન ધર્મ મંદિર આવેલું છે. ઉપરાંત તહેવારોની ઉજવણી સનાતન ધર્મ મંદિરમાં એકત્ર થઇને કરી ભારતીય સંસ્કૃતિની સુવાસ ફેલાવી રહ્યા છે. યુવક અક્ષય પટેલે 2005 થી યુગાન્ડાના બાલે સિટીમાં ગણેશોત્સવનો પ્રારંભ કર્યા બાદ પરંપરા વર્ષ-2016 માં પણ જાળવી રાખી છે. જે અંતર્ગત વર્ષે સોમવાર તા.5 સપ્ટેમ્બરથી ગુજરાતી અને દક્ષિણ ભારતીય પરિવારોએ એકત્ર થઇ સનાતન ધર્મ મંદિરમાં માટીના શ્રીજીની સ્થાપના કરી છે. ત્યારબાદ રોજ રાત્રે એકત્ર થઇ શ્રીજીની આરતી તેમજ રાસ-ગરબા સહિત સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન દ્વારા ગુજરાતી-ભારતીય પરિવારો વિદેશની ધરતી પર શ્રીજીની ભક્તિમાં લીન બન્યા છે. ગણેશોત્સવના અંતમાં શ્રીજીની મૂર્તિનું બાલે સિટી પાસે આવેલા સિપી ધોધ ખાતે વિસર્જન કરવામાં આવે છે.

યુગાન્ડામાં અક્ષય પટેલ માટીના શ્રીજીની સ્થાપના કરી ગણેશોત્સવ ઉજવે છે

અક્ષય ગણેશોત્સવ માટે બાલે પરત ગયો

બાલે સિટીમાં યુવક અક્ષય પટેલ દ્વારા 2005 થી ગણેશોત્સવનો પ્રારંભ કરાયો છે. વર્ષે યુવક છેલ્લા કેટલાક મહિનાથી વતન આવ્યો હતો. પરંતુ ગણેશોત્સવ નજીક આવતાં શ્રીજીની સ્થાપના કરવાની પરંપરા જાળવી રાખવા તે બાલે સિટી પહોંચી ગયો હતો. ત્યારબાદ બાલેમાં રહેતા ગુજરાતી-ભારતીય પરિવારોનો સહકાર મેળવી વર્ષે પણ ગણેશ સ્થાપના કરી છે.

યુગાન્ડામાં 12 વર્ષથી માટીના શ્રીજીની સ્થાપના થાય છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો