• Gujarati News
  • National
  • જમીનના વિવાદ મુદ્દે PI રાહુલ પટેલની બદલી

જમીનના વિવાદ મુદ્દે PI રાહુલ પટેલની બદલી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરક્રાઇમ બ્રાન્ચ પીઆઇ રાહુલ પટેલ સામે સયાજીપુરાની જમીનના મુદ્દે આક્ષેપ થતાં પોલીસ કમિશ્નર ઇ. રાધાકૃષ્ણે તેમની તાત્કાલિક અસરથી ટ્રાફિકમાં બદલી કરી તેમના સ્થાને લીવ રિઝર્વ પીઅાઇ મહાવીરસિંહ વાઘેલાની નિમણૂક કરી છે. ઉપરાંત આક્ષેપ સંદર્ભે ડીસીપી ઝોન-1 લીના પાટિલને તપાસ સોંપી છે.

શહેર પોલીસના સાઇબર સેલને ભદ્રકચેરીમાં સ્થળાંતર કરવા તેમજ ક્રાઇમ બ્રાન્ચની કચેરીના નવીનીકરણમાં મહત્ત્વનો ફાળો આપનાર પીઅાઇ રાહુલ પટેલ સામે સયાજીપુરાની જમીનમાં બિલ્ડરના મેળાપીપણા અંગે આક્ષેપ થયો હતો. ખેડૂત હાઇકોર્ટમાં ગયા બાદ મામલો શહેર પોલીસ કમિશનર ઇ. રાધાકૃષ્ણ સુધી પહોંચતાં તેમણે પીઆઇ પટેલની તાત્કાલિક અસરથી ટ્રાફિક શાખામાં બદલીનો હુકમ કર્યો છે અને તેમના સ્થાને લીવ રિઝર્વ પીઆઇ મહાવીરસિંહ વાઘેલાની નિમણૂક કરી છે.

ઉપરાંત પોલીસ કમિશ્નર શહેર પોલીસ કમિશનર ઇ. રાધાકૃષ્ણ આક્ષેપ સંદર્ભે ડીસીપી ઝોન-1 લીના પાટિલને તપાસ સોંપી છે.

અન્ય સમાચારો પણ છે...