• Gujarati News
  • National
  • FYBscમાં 330ને પ્રવેશ બાયો. ગ્રૂપમાં પ્રવેશ બંધ

FYBscમાં 330ને પ્રવેશ બાયો. ગ્રૂપમાં પ્રવેશ બંધ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર . વડોદરા

યુનિ.નીસાયન્સ ફેકલ્ટીમાં એફ.વાય.બી એસસીના શરૂ થયેલા ઓનલાઇન પ્રવેશની કાર્યવાહીમાં આજે બીજા દિવસે 330 વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો હતો.

ધોરણ-12 સાયન્સ બાદ યુનિ.ની સાયન્સ ફેકલ્ટીમાં એફ.વાય.બી એસસીમાં ગઇકાલથી પ્રવેશની કાર્યવાહી હાથ ધરાઇ હતી. ગઇકાલથી શરૂ થયેલી પ્રવેશની કાર્યવાહીમાં બીજા દિવસે 330 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. જોકે ગઇકાલે મોડી રાતના 9 વાગ્યા સુધી ચાલેલી પ્રવેશની કાર્યવાહીમાં 550 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આજના પ્રવેશના બીજા દિવસે 330 વિદ્યાર્થીઓએ કેમિસ્ટ્રી, ફિઝિક્સ, બોટની જેવા ટોપના વિષયમાં પ્રવેશ લેતાં બાયોલોજી ગ્રૂપમાં પ્રવેશ બંધ થયો હતો. આજે પ્રવેશની સાથે 60 ટકાએ પ્રવેશ અટક્યો હતો. જ્યારે આવતીકાલે 60 ટકા અને તેથી ઓછા ટકા ધરાવતાં વિદ્યાર્થીઓને પ્રવેશ માટે બોલાવવામાં આવ્યાં છે. 22મી જૂન સુધી પ્રવેશની કાર્યવાહી હાથ ધરાશે. કોમર્સ ફેકલ્ટીમાં આજથી એફ.વાય.બીકોમમાં �ઓનલાઇન પ્રવેશનો પ્રારંભ થતાં પ્રથમ દિવસે શારીરિક રીતે અશક્ત, ડીફેન્સ અને શિડ્યુઅલ ટ્રાયબલ કેટેગરીમાં આવતાં 80 વિદ્યાર્થી�\\\"ને પ્રવેશ આપવામાં આવ્યો હતો.

FYBcomમાં �ઓનલાઇન પ્રવેશ શરૂ

મેથેમેટિક્સ ગ્રૂપમાં પ્રવેશ ચાલુ રહ્યો

અન્ય સમાચારો પણ છે...