• Gujarati News
  • National
  • સ્મૃતિએ જવાબ આપ્યો કહ્યું મહિલાઓને ક્યારથી ડિયર કહીને સંબોધવા લાગ્યા?

સ્મૃતિએ જવાબ આપ્યો -કહ્યું મહિલાઓને ક્યારથી ડિયર કહીને સંબોધવા લાગ્યા?

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બિહારના શિક્ષણપ્રધાને ટ્વિટ કર્યું ડિયર સ્મૃતિ ઇરાની જી....

નવી દિલ્હી : કેન્દ્રીયમાનવસંસાધન પ્રધાન સ્મૃતિ ઇરાની અને બિહારના શિક્ષણ પ્રધાન અશોક ચૌધરી મંગળવારે ટિ્વટર ઉપર બાખડી પડ્યાં હતાં. ચૌધરીએ નવી શિક્ષણ નીતિ અંગે સ્મૃતિને ‘ડિયર’ સંબોધન કરીને સવાલ પૂછ્યો હતો જેની સામે સ્મૃતિએ વાંધો ઉઠાવ્યો હતો. તેમાં ટિ્વટરના અન્ય વપરાશકારો પણ કૂદી પડ્યા હતા. વાંચોઆખી દલીલો...

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરમાં12000 હિન્દુ ‘મહાકુંભ’ માટે મંગળવારે ગંદરબાલ જિલ્લામાં ઝેલમ નદી તથા સિંધ ધારાના સંગમ કિનારે ઉમટ્યા હતા. તેમાં મોટા ભાગના કાશ્મીરી પંડિત હતા. પંડિતોએ કહ્યું હતું કે, છેલ્લે રીતનો સંયોગ 1941માં સર્જાયો હતો, જેનાં 75 વર્ષ અને 10 દિવસ બાદ ફરીવાર તેવો સંયોગ સર્જાયો છે. પ્રસંગે શ્રદ્ધાળુઓ સ્નાન કરીને એક વિશેષ સ્થાન સુધી ગયા હતા, જ્યાં લાંબા સમયથી ચિનારનું એક વૃક્ષ હાજર છે. શ્રદ્ધાળુઓએ અહીં રહેલા શિવલિંગ પર જળાભિષેક કર્યો હતો.

અલ્હાબાદ : ગંગાદશેરાના પ્રસંગે મંગળવારે અલ્હાબાદના સંગમ કિનારે લાખો શ્રદ્ધાળુઓએ ગંગામાં ડૂબકી લગાવી હતી. શાસ્ત્રોના અનુસાર ગંગા દશેરાના દિવસે ગંગા સ્નાનનું વિશેષ મહત્વ છે.. દિવસે સ્વર્ગથી ગંગાની ધરતી પર અવતરણ થયું હતું તેથી દિવસને મહાપુણ્યકારી પર્વના રૂપમાં ઉજવવામાં આવે છે. દિવસે મોક્ષદાયિની ગંગાની પૂજા કરવામાં આવે છે. બુધવારે નિર્જળા એકાદશી (અગિયારસ) હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગંગાસ્નાન કરે તેવી અપેક્ષા છે. ગંગા દશેરના દિવસે દાન-પુણ્યનું મહાત્મ છે. દિવસે દાનમાં સાથવો, માટલું અને હાથ પંખો દાન આપવાથી બમણું ફળ મળે છે. ગંગા દશેરના દિવસે કોઇ પણ નદીમાં સ્નાન કરીને દાન-પુણ્ય કરવાથી મનુષ્ય જાણે-અજાણ્યે કરેલાં ઓછામાં ઓછા દસ પાપોથી મુક્ત થાય છે. દસ પાપોનું હરણ થવાથી તિથિનું નામ ગંગા દશેરા પડ્યું છે.

13

{ અશોક ચૌધરીએ પોતાના પહેલા ટિ્વટમાં જણાવ્યું હતું કે ડિયર સ્મૃતિ ઇરાનીજી ક્યારેક ભાષણ અને રાજકારણમાંથી સમય મળે તો શિક્ષણ નીતિ તરફ પણ ધ્યાન આપો. બીજા ટિવટમાં જણાવ્યું હતું કે ડિયર સ્મૃતિ ઇરાનીજી અમને નવી શિક્ષણ નીતિ ક્યારે મળશેω તમારાં કેલેન્ડરમાં 2016 ક્યારે પૂરું થશેω.

{ ત્યાર બાદ સ્મૃતિએ અંગે પોતાની પોસ્ટમાં જવાબ આપ્યો હતો અને જણાવ્યું હતું કે મહિલાઓને ક્યારથી ડિયર કહેવા લાગ્યા છો અશોકજીω તે અંગે ચૌધરીએ જણાવ્યું હતું કે આવું મેં અપમાન કરવા માટે નહોતું લખ્યું. વ્યાવસાયિક ઇમેલ ડિયર સંબોધનથી શરૂ થાય છે. સ્મૃતિજી ક્યારેક તો મુદ્દા અંગે જવાબ આપો. વાતને અવળે પાટે લઈ જાવ. તે અંગે સ્મૃતિએ જણાવ્યું હતું કે હું મારી તમામ વાતચીતમાં દરેક માટે ‘આદરણીય’ શબ્દનો પ્રયોગ કરું છું.

{ બંને પ્રધાનો આટલેથી અટક્યાં, બંનેએ એકબીજાને ટિ્વટ યુદ્ધમાં પછાડવાની પણ કોશિશ કરી હતી. સ્મૃતિએ શિક્ષણ નીતિ અંગે વળતો પ્રહાર કરતાં જણાવ્યું હતું કે બિહાર કદાચ એકમાત્ર એવું રાજ્ય છે કે જેણે ગ્રાઉન્ડ લેવલે વાતચીત નથી કરી. શિક્ષણ નીતિ અંગે રાજ્યોનાં સૂચનો પણ નથી મળ્યાં. તમે પણ વન ટુ વન મીટિંગમાં મને કોઈ સૂચનો નહોતાં આપ્યાં. તેનો જવાબ આપતાં ચૌધરીએ જણાવ્યું હતું કે હું તમને અપીલ કરું છું કે આપણી મીટિંગને જાહેર કરો. બધું દીવા જેવું સ્પષ્ટ થઈ જશે. તે વિશે સ્મૃતિએ જણાવ્યું હતું કે જો તમને ખરેખર શિક્ષણ નીતિની ચિંતા હોય તો તમારા વ્યસ્ત કાર્યક્રમમાંથી તેના માટે પણ સમય કાઢી લો.

{ બિહારના પ્રધાન ચૌધરીએ સ્મૃતિને બહાને મોદી ઉપર પણ હુમલો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તમે (સ્મૃતિ) પણ પીએમ નરેન્દ્ર મોદીની જેમ ખોટાં વચનો આપવાની કળા શીખી લીધી છે.

ચૌધરીએ તો એવું પણ કહી દીધું કે સ્મૃતિને તેમનાં મંત્રાલય વિશેની પણ પૂરતી માહિતી નથી.

અન્ય સમાચારો પણ છે...