• Gujarati News
  • National
  • લગ્નની તૈયારી વચ્ચે હવે નવું ઘર શોધવાની પળોજણ: પૂનમ

લગ્નની તૈયારી વચ્ચે હવે નવું ઘર શોધવાની પળોજણ: પૂનમ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લગ્નનાએક મહિના પહેલાં તૈયારી, દુલ્હનનાં ઘરેણાં અને કપડાંની ખરીદી માટે રોજે-રોજ બજારમાં જવાની દોડધામ થતી હોય.. પણ તેનાથી તદ્દન ઊલટું ફતેપુરા ચાર રસ્તા પાસે રહેતી પૂનમ લાલવાણીના ઘરે હતું. 13મી જુલાઇએ તેનાં લગ્ન છે અને 14મી જૂને મ્યુ. કોર્પોરેશને તેના ઘર પર બુલડોઝર ફેરવી દીધું અને પરિવાર રસ્તા પર આવી ગયો.

પૂનમ લાલવાણીએ કહ્યું કે, 45 વર્ષ પહેલાં તેની માતા લગ્ન કરીને આવી ત્યાર પહેલાંથી પિતા અહીં ભાડેથી રહેતા હતા. મકાન માલિક સાથે સંબંધોમાં ખટાશ હોઇ કોર્પોરેશને આપેલી નોટિસથી તેઓ છેક સુધી અંધારામાં રહ્યા હતા. મકાન માલિકને મૂકેશ હરજાણીની બહેન ધર્મનો ભાઇ માનતાં હોઇ તેમણે પણ વચ્ચે દરમિયાનગીરી કરી. એકવાર લગ્ન થઇ જવા દો, ત્યાર પછી લેવડદેવડની પતાવટ કરીશું તેવું કહેતાં છતે રૂપિયે મકાન વગર રહ્યા અને હવે, કોર્પોરેશને છત છીનવી લીધી. લગ્નની તૈયારીઓ વચ્ચે ભાડાનું ઘર શોધવું પડશે.

અન્ય સમાચારો પણ છે...